સોનાની હરાજીના RBI નિયમો અને ગ્રાહકોના અધિકારો
નાણાકીય જરૂરિયાત સમયે ગોલ્ડ લોન લેનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે EMI ચૂકવવાનું ચૂકી જાઓ, તો તરત જ બેંકનો સંપર્ક કરવો જરૂરી છે. માત્ર એક-બે હપ્તા ચૂકી જવાથી સોનાની હરાજી થતી નથી, પરંતુ 90 દિવસ પછી લોન NPA જાહેર થાય છે અને હરાજીનું જોખમ વધે છે. RBI નિયમો મુજબ, બેંક નોટિસ આપ્યા વિના સોનાની હરાજી કરી શકતી નથી.
