નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં રૂ. 1515.59 લાખના બ્રિજનું લોકાર્પણ કર્યું
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના મોરાઈ-બગવાડા વચ્ચે કોલક નદી પર રૂ. 1515.59 લાખના ખર્ચે બનેલા મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વૈશ્વિક મંદી વચ્ચે પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતના GDPમાં વૃદ્ધિ થઈ છે. સાંસદ ધવલભાઈ પટેલે ગુજરાતના વિકાસ અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા થયેલા રોકાણ પર પ્રકાશ પાડ્યો. આ બ્રિજ વાપી શહેરને દમણ GIDC સાથે જોડી ટ્રાફિક સરળ બનાવશે.
