એપ્રિલ-મે માસમાં BONDS જારી કરવાનું પ્રમાણમાં 58% ઘટાડો
એપ્રિલ-મે માસમાં BONDS જારી કરવાનું પ્રમાણમાં 58% ઘટાડો
Published on: 04th June, 2026

બેન્ક ધિરાણની સરખામણીએ બોન્ડસ મારફત ભંડોળ ઊભું કરવાનું મોંઘુ પડતું હોવાથી કંપનીઓ દ્વારા બોન્ડસ જારી કરવાની માત્રામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે  બેન્ક લોન ઉપાડમાં જોરદાર વધારો થઈ રહ્યો છે.કંપનીઓ દ્વારા બેન્કો પાસેથી લોન લેવામાં વધારો થઈ રહ્યો છે જ્યારે બોન્ડસ જારી કરવાની માત્રા ઘટીને વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ-મેમાં ત્રણ વર્ષની નીચી સપાટીએ રહી છે. કંપનીઓ દ્વારા લોન ઉપાડ વધતા ૧૫મી મેના પખવાડિયામાં બેન્ક ધિરાણમાં ૧૬.૨૦ ટકાની વૃદ્ધિ થઈ છે જે બે વર્ષની ટોચે છે.