અખાતી દેશોમાં બેન્કો ઉદ્યોગોને નવી લોન આપવામાં ઉદાસીન.
પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે UAEની બેન્કો ઉદ્યોગોને ધિરાણ કરવામાં સાવચેતી રાખી રહી છે. ભારતીય બેન્કો પણ ત્યાંના વેપારગૃહોને લોન આપવામાં ઉદાસીન છે. લોન છૂટી કરવામાં ઢીલ અને સખત ધોરણોને કારણે ઉત્પાદન, હોસ્પિટાલિટી, રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોને નવી લોન મેળવવામાં મુશકેલી પડી રહી છે.
અખાતી દેશોમાં બેન્કો ઉદ્યોગોને નવી લોન આપવામાં ઉદાસીન.
પેટ્રોલ-ડીઝલના ભાવ: 65 દેશોમાં ₹150થી ઉપર, ભારતમાં સ્થિતિ સ્થિર.
ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. 65થી વધુ દેશોમાં પેટ્રોલ ₹150થી ઉપર છે, જ્યારે ભારતમાં આજે ભાવ સ્થિર રહ્યા છે. ઘણા દેશોમાં ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. ભારતનો ઉર્જા ભંડાર મજબૂત હોવાનું સરકારે જણાવ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ: 65 દેશોમાં ₹150થી ઉપર, ભારતમાં સ્થિતિ સ્થિર.
સુરત-દુબઈ ફ્લાઇટ સ્થગિત, દિલ્હી ભાડું ડબલ.
ટ્રમ્પનો ઈરાનના શાંતિ પ્રસ્તાવને 'કચરો' ગણાવ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 14 મુદ્દાના શાંતિ પ્રસ્તાવને 'કચરો' ગણાવી ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ નબળા પ્રસ્તાવો સ્વીકારવાના મૂડમાં નથી. ટ્રમ્પના મતે, ઈરાન તેની સૌથી નબળી સ્થિતિમાં છે અને યુદ્ધવિરામ 'લાઇફ સપોર્ટ' પર છે. ઈરાને પરમાણુ ધૂળ સાફ કરવા અમેરિકા પાસે મદદ માંગી હોવાનો પણ દાવો કર્યો. ઈરાને અમેરિકાને આ ઠરાવ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી તેમ કહ્યું.
ટ્રમ્પનો ઈરાનના શાંતિ પ્રસ્તાવને 'કચરો' ગણાવ્યો.
પાકિસ્તાનનું ડબલ સ્ટાન્ડર્ડ: શાંતિનો દેખાવ, ઇરાની વિમાનોને ગુપ્ત આશરો.
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પાકિસ્તાન પર ઈરાની લશ્કરી વિમાનોને આશ્રય આપવાનો આરોપ. નૂરખાન એરબેઝ પર RC-130 વિમાનો છુપાવ્યા હોવાનો દાવો. પાકિસ્તાનની 'બેવડી નીતિ' પર વૈશ્વિક સવાલો. અફઘાનિસ્તાનનો પણ ઉપયોગ. અમેરિકાની આકરી પ્રતિક્રિયા, વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ. પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મુશ્કેલીઓ વધી શકે છે.
પાકિસ્તાનનું ડબલ સ્ટાન્ડર્ડ: શાંતિનો દેખાવ, ઇરાની વિમાનોને ગુપ્ત આશરો.
ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર પ્રતિબંધ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત પૂર્વે, ઈરાનના તેલને ચીન સુધી પહોંચાડવામાં મદદ કરતી 12 કંપનીઓ અને વ્યક્તિઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ મુજબ, આ કંપનીઓ ઈરાનની 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' સાથે જોડાયેલી છે અને તેના દ્વારા થતી કમાણીનો ઉપયોગ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ, શસ્ત્રો અને આતંકી સંગઠનોને ભંડોળ પૂરું પાડવા કરે છે. આ પગલાંથી ટ્રમ્પે ચીન પર દબાણ વધાર્યું છે, જે ઈરાનના તેલનો મુખ્ય ખરીદનાર છે.
ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર પ્રતિબંધ.
શું સોનાની ખરીદી ઘટશે?
PM નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ-અંકુશ લાદવા અનુરોધ કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં અપેક્ષિત સફળતા ન મળતા અને સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીની પણ કોઈ ખાસ અસર ન થતા પ્રજાને હાલની કપરી આર્થિક પરિસ્થિતિમાં એક વર્ષ સુધી કિંમતી ધાતુની ખરીદી ન કરવા અપીલ કરી છે. ગુજરાત ભારતના સૌથી મોટા બજારમાંનું એક બજાર છે. આ અપીલથી ગુજરાતના બજાર ઉપર પણ અસર થવાની શક્યતા છે
શું સોનાની ખરીદી ઘટશે?
પાકિસ્તાને ઈરાની વિમાનોને આશ્રય આપી ટ્રમ્પની પીઠમાં છરો ભોંક્યો?
કેડિલા ફાર્મા આગ: DISS ની ટીમે લીધાં નિવેદનો, તપાસ શરૂ.
અંકલેશ્વર કેડિલા ફાર્મામાં બે કર્મચારીઓ દાઝ્યા બાદ ડીશ (DISS) ની ટીમે તપાસ શરૂ કરી. MPP 2 પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી બ્લાસ્ટ અને આગ લાગી. ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ક્લોઝર નોટિસ ફટકારી. FSL અને પોલીસ પણ તપાસમાં જોડા્યા, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ શોધવા સેમ્પલ લેવાયા.
કેડિલા ફાર્મા આગ: DISS ની ટીમે લીધાં નિવેદનો, તપાસ શરૂ.
ક્રૂઝ શિપમાં મહામારી: કોરોના, હંતા, નોરો વાઈરસ ફેલાવાનો ખતરો.
મોટા ક્રૂઝ જહાજોમાં ડીપ ક્લિનિંગ અશક્ય હોવાથી રોગ ઝડપથી ફેલાય છે. કોરોના કાળમાં આ ખતરો વધ્યો છે. ખાસ કરીને એન્ટાર્કટિકા જેવા દૂરના સ્થળોએ જતાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આ જહાજો પર યોગ્ય મેડિકલ સારવારનો અભાવ હોવાથી, રોગચાળો ફેલાવાની સંભાવના રહે છે.
ક્રૂઝ શિપમાં મહામારી: કોરોના, હંતા, નોરો વાઈરસ ફેલાવાનો ખતરો.
ક્રૂડ તેલના ભાવ વધ્યા, સોનામાં ઘટાડો, વૈશ્વિક બજારમાં તબાહી.
મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ ઘટ્યા, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ ૪૭૦૦ ડોલરથી નીચે જતા રહ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકા અને ડોલર ઈન્ડેક્સમાં વધારાને કારણે વૈશ્વિક સોનામાં ઘટાડો થયો. ક્રૂડ તેલના ભાવ ૧૦૬ ડોલરની નજીક પહોંચ્યા. કિંમતી ધાતુઓમાં બેતરફી ઉછળકૂદ અને રૂપિયાના ઘટાડાની મિશ્ર અસર જોવા મળી.
ક્રૂડ તેલના ભાવ વધ્યા, સોનામાં ઘટાડો, વૈશ્વિક બજારમાં તબાહી.
શેરબજારમાં ઈન્ડેક્સ આધારિત ઘટાડો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ઘટ્યો.
ભારતમાં ઈંધણ કટોકટી અને વધતા આયાત બિલના કારણે આર્થિક સંકટના સંકેતો, PM મોદીની સોના આયાત ઘટાડવા અને ઈંધણ બચાવવા અપીલ, અને ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે શેરોમાં ઘટાડો થયો. ક્રૂડ ઓઈલ વધતાં રૂપિયો ઘટ્યો, જેણે ઓટોમોબાઈલ, બેંકિંગ, મેટલ અને રિલાયન્સ જેવા ફ્રન્ટલાઈન શેરોને અસર કરી.
શેરબજારમાં ઈન્ડેક્સ આધારિત ઘટાડો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ઘટ્યો.
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે.
વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂપિયો ફરી ગબડયો હતો. શેરબજારમાં કડાકો બોલાતા તથા વિશ્વ બજારમાં અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી ઘર્ષણના સંકેતો વહેતાં થતાં તથા ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં આજે રૂપિયા પર દબાણ વધતા ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે પટકાઈને ૯૫.
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે.
ઇરાન પહેલી જ વખત સંવર્ધિત યુરેનિયમ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર.
ઇરાન-અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધમાં ઇરાન પહેલી જ વખત તેનું સંવર્ધતિ યુરેનિયન ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર થયું છે. ઇરાનના અગાઉના યુરેનિયમ તેના દેશની બહાર નહી જવાના દેવાના વલણમાં મોટો ફેરફાર દર્શાવે છે. ઇરાનનું આ વલણ રશિયન પ્રમુખ પુતિને ત્રીજા દેશ એટલે કે રશિયામાં તેનું સંવર્ધિત યુરેનિયમ લઈ જવા દેવામાં અઆવે તે ઓફર કરી હતી તેની સાથે મેળ ખાય છે.
ઇરાન પહેલી જ વખત સંવર્ધિત યુરેનિયમ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર.
મધ્યપૂર્વમાં યુદ્ધ વચ્ચે પ્રમુખ ટ્રમ્પ કાલથી ત્રણ દિવસના ચીન પ્રવાસે.
ચીનના પ્રમુખ જિનપિંગના આમંત્રણના પગલે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની મુલાકાતે જવાના છે. તેઓ ૧૩,૧૪,૧૫ મે એમ ત્રણ દિવસ માટે ચીનનો પ્રવાસ ખેડશે. કોઈપણ અમેરિકન પ્રમુખનો નવ વર્ષમાં ચીનનો પ્રથમ પ્રવાસ હશે. છેલ્લે પણ ટ્રમ્પે ૨૦૧૭માં તેમની પહેલી ટર્મમાં ચીનનો પ્રવાસ ખેડયો હતો.
મધ્યપૂર્વમાં યુદ્ધ વચ્ચે પ્રમુખ ટ્રમ્પ કાલથી ત્રણ દિવસના ચીન પ્રવાસે.
ODI રેન્કિંગ: ભારત નંબર-1 પર યથાવત્, પણ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાએ વધારી ચિંતા!
ICC દ્વારા જાહેર કરવામાં આવેલા ODI રેન્કિંગમાં ભારતીય ટીમે પોતાનું નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે. વાર્ષિક અપડેટ બાદ પણ ટીમ ઈન્ડિયા વિશ્વની સર્વશ્રેષ્ઠ વનડે ટીમ તરીકે ઉભરી આવી છે. જોકે, આ વખતે ભારતની લીડમાં થોડો ઘટાડો થયો છે, જે હવે આગામી સમયમાં નંબર-1ના તાજ માટે જંગ વધુ રોમાંચક બનાવશે. ભારતીય ટીમ હાલ 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ છે જે 113 પોઈન્ટ્સ સાથે ભારતથી માત્ર 5 પોઈન્ટ પાછળ છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 109 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે.
ODI રેન્કિંગ: ભારત નંબર-1 પર યથાવત્, પણ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાએ વધારી ચિંતા!
ગભરાશો નહીં, અફવાથી બચો: રાજનાથ સિંહનું એનર્જી સપ્લાય અંગે નિવેદન.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ સ્થિતિને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સોમવારે નવી દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથ (IGoM)ની 5મી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા સપ્લાય ચેઈન સામેના જોખમો અને દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો હતો. બેઠક દરમિયાન તેમણે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, "હું લોકોને શાંત રહેવા અને કોઈપણ પ્રકારનો ગભરાટ ટાળવા વિનંતી કરું છું. સરકાર સપ્લાય ચેઈનમાં આવતી રુકાવટોને રોકવા અને જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરી રહી છે."
ગભરાશો નહીં, અફવાથી બચો: રાજનાથ સિંહનું એનર્જી સપ્લાય અંગે નિવેદન.
પેટ્રોલ-ડીઝલની અછત નથી: PM મોદીની 'ઈંધણ બચાવો' અપીલ બાદ સરકારની હૈયાધારણા.
PM નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવ વચ્ચે દેશવાસીઓને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. સોમવારે સરકારે ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી નાગરિકોએ ગભરાવાની કે 'પેનિક બાયિંગ' કરવાની જરૂર નથી. આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત પાસે ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષની અસર ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
પેટ્રોલ-ડીઝલની અછત નથી: PM મોદીની 'ઈંધણ બચાવો' અપીલ બાદ સરકારની હૈયાધારણા.
શેરબજાર ક્રેશ: સોના-પેટ્રોલ પર PMની અપીલ, ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો.
સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતથી જ તૂટ્યા. અમેરિકા-ઈરાન શાંતિ નિષ્ફળતાથી ક્રૂડ ઓઇલ ભાવ વધ્યા. PM મોદીની સોનાની ખરીદીથી દૂર રહેવા અને પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલથી ચિંતા વધી. એશિયન બજારોમાં નબળાઈ, જાપાન અને હોંગકોંગ ઘટ્યા. અમેરિકન બજારોમાં મિશ્ર વલણ. ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા, સોના ઘટ્યા અને ચાંદી વધ્યા.
શેરબજાર ક્રેશ: સોના-પેટ્રોલ પર PMની અપીલ, ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો.
ઈરાન: વૈશ્વિક તણાવમાં સમુદ્રમાં તેલનો સ્વાહા, કારણ ચોંકાવનારું.
વૈશ્વિક અછત વચ્ચે, ઈરાન દરરોજ 2 Billion USD નું ક્રૂડ ઓઈલ સમુદ્રમાં ફેંકી રહ્યું છે. અમેરિકાની હોર્મુઝ નાકાબંધી અને સંગ્રહ ક્ષમતા ખૂટી પડતા, ઈરાન પાસે તેલ કાઢવું અનિવાર્ય બન્યું છે. કુવાઓ બંધ કરવાથી કાયમી નુકસાનનો ભય, અને સંગ્રહ સ્થાનો ભરાઈ જતાં, સમુદ્રમાં તેલ ઢોળવા મજબૂર બન્યા છે. આ બગાડ વૈશ્વિક અર્થતંત્ર અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે ખતરો છે.
ઈરાન: વૈશ્વિક તણાવમાં સમુદ્રમાં તેલનો સ્વાહા, કારણ ચોંકાવનારું.
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતનો કાર્યક્રમ જાહેર.
વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. ઈરાન સાથેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત લેવાના છે. ચીનના વિદેશ મંત્રાલયે આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે.ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતનું આયોજનચીનના પ્રમુખ શી જિનપિંગના વિશેષ આમંત્રણ પર, ડોનાલ્ડ ટ્રમ્પ 13મી મેથી 15મી મે દરમિયાન બેઈજિંગની મુલાકાત લેશે.
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતનો કાર્યક્રમ જાહેર.
ઈરાને અમેરિકાનો પ્રસ્તાવ ફગાવ્યો, ટ્રમ્પ લાલઘૂમ, તેલ ભાવમાં તેજી.
અમેરિકાના 14-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને ઈરાને નકારી કાઢતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુસ્સે થયા છે. ઈરાને યુદ્ધનો અંત, Hormuz Strait પર સાર્વભૌમત્વ અને આર્થિક પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે. આ નિષ્ફળતાથી આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ $3 સુધીનો વધારો થયો છે. પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.
ઈરાને અમેરિકાનો પ્રસ્તાવ ફગાવ્યો, ટ્રમ્પ લાલઘૂમ, તેલ ભાવમાં તેજી.
નેપાળ એરપોર્ટ: લેન્ડિંગ વખતે વિમાનના ટાયરમાં આગ, 289 લોકો સુરક્ષિત.
નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ TK 726 ના ટાયરમાં લેન્ડિંગ સમયે આગ લાગી. 289 લોકો સવાર હતા, પરંતુ ત્વરિત ફાયરફાઇટિંગ ઓપરેશનને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક અનુમાન મુજબ, રનવે ઘર્ષણ અથવા બ્રેક સિસ્ટમની ખામી કારણભૂત હોઈ શકે છે.
નેપાળ એરપોર્ટ: લેન્ડિંગ વખતે વિમાનના ટાયરમાં આગ, 289 લોકો સુરક્ષિત.
અમદાવાદમાં ઉનાળુ વેકેશનમાં હવાઈ ભાડા આસમાને.
ઉનાળુ વેકેશનમાં મુસાફરોના અતિભારે ધસારાને કારણે અમદાવાદથી વિવિધ ડેસ્ટિનેશનોના હવાઈ ભાડા સામાન્ય દિવસો કરતાં ત્રણથી ચાર ગણા વધી ગયા છે. મુંબઈ, દિલ્હી, ગોવા, વારાણસી, જયપુર, બેંગલુરુ જેવા શહેરોમાં ભાડા આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય વર્ગના લોકોએ હવાઈ મુસાફરીનો વિચાર પણ છોડી દીધો છે.
અમદાવાદમાં ઉનાળુ વેકેશનમાં હવાઈ ભાડા આસમાને.
PM મોદીની અપીલ: 1 લાખ કરોડનું નુકસાન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ખરીદવાનું ટાળવા અને શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા જેવી જે અપીલ કરી છે, તેની પાછળ એક ગંભીર આર્થિક સંકટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે દેશની સરકારી તેલ કંપનીઓ હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે.
PM મોદીની અપીલ: 1 લાખ કરોડનું નુકસાન?
વેલ્થ એક્સ્પો: શેરબજારના સેક્ટર્સ પર વિસ્તૃત ચર્ચા.
SGCCI અને JITO દ્વારા આયોજિત ‘વેલ્થ એક્ષ્પો’માં રોકાણકારોને શેરબજાર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. સંદીપ જૈને ‘360 ડિગ્રી એપ્રોચ’ સમજાવ્યો, મિડકેપ 100ના સારા રિટર્નની વાત કરી. IPOમાં તક વધારવા માટે યુવા યુગલોને સલાહ અપાઈ. એનર્જી, મેટલ, ડિફેન્સ, ફાર્મા સેક્ટર્સ આ વર્ષે આઉટ પર્ફોર્મ કરશે તેવી ધારણા છે. RSI જેવા ટૂલ્સનો ઉપયોગ અને ઓલ ટાઈમ હાઈના શેરમાં રોકાણની સલાહ અપાઈ.
વેલ્થ એક્સ્પો: શેરબજારના સેક્ટર્સ પર વિસ્તૃત ચર્ચા.
પીએમ મોદી: સોનાની ખરીદી ટાળો, વર્ક ફ્રોમ હોમ અપનાવો
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે: એશિયન ડેવલોપમેન્ટ બેંક(ADB)
અમેરિકા અને ઇરાન યુદ્ધની અસર વિશ્વ પર પડી છે અને ભવિષ્યમાં પણ તેની અસર જોવા મળશે. એશિયન ડેવલોપમેન્ટ બેંક (એડીબી) અનુસાર ઇરાન યુદ્ધને કારણે ઉત્પન્ન થયેલ વૈશ્વિક તંગદિલી અસર જારી રહેશે અને ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા બની રહી શકે છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આની અસર ભારતમાં પણ જોવા મળશે અને અહીં મોંઘવારીનો બોંબ ફૂટી શકે છે. આ સાથે જ એડીબીએ ભારતનાં જીડીપી વિકાસનાં અંદાજમાં પણ મોટો ઘટાડો કર્યો છે.
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે: એશિયન ડેવલોપમેન્ટ બેંક(ADB)
હિંદુ સાધુની જામીન અરજી બાંગ્લાદેશ હાઈકોર્ટે ફગાવી.
ઈસ્કોનના પૂર્વ નેતા ચિન્મય કૃષ્ણદાસ, જેઓ ૨૦૨૪માં થયેલી એક વકીલની હત્યાના કેસમાં આરોપી છે, તેમની જામીન અરજી બાંગ્લાદેશ હાઈકોર્ટે રવિવારે ફગાવી દીધી છે. તેઓ રાજદ્રોહના આરોપસર પણ ધરપકડાયા હતા. અગાઉ નીચલી કોર્ટે પણ જામીન નકારતા તેમના અનુયાયીઓએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
હિંદુ સાધુની જામીન અરજી બાંગ્લાદેશ હાઈકોર્ટે ફગાવી.
થાઈલેન્ડના ચામાચીડિયામાં મળ્યો નવો કોરોના વાયરસ.
તાજેતરમાં 'સેલ' (Cell) જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ ચામાચીડિયામાં એક એવો નવો કોરોનાવાયરસ શોધી કાઢ્યો છે, જે માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ શોધે વિશ્વભરના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આ વાયરસ અન્ય કોરોનાવાયરસની જેમ જ માનવ કોષો સાથે જોડાવવાની ક્ષમતા ધરાવતો હોવાનું જણાય છે. જોકે, સંશોધકોનું કહેવું છે કે, આ વાયરસ હાલમાં લોકોમાં ફેલાઈ રહ્યો હોય તેવા કોઈ પુરાવા નથી, પરંતુ ભવિષ્યના જોખમોને સમજવા માટે પ્રાણીઓમાં વાયરસની દેખરેખ રાખવી કેટલી મહત્વની છે તે આ બાબત સ્પષ્ટ કરે છે.
થાઈલેન્ડના ચામાચીડિયામાં મળ્યો નવો કોરોના વાયરસ.
જાપાનના 'ટાઈમ બોમ્બ' સકુરાજીમા જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ.
જાપાનના કાન્તો પ્રાંતમાં આવેલા કાન્તો શહેર માટે આજની સવાર કોઈ હોરર મૂવીના દ્રશ્ય જેવી ભયાનક સાબિત થઈ હતી. જાપાનના સૌથી સક્રિય જ્વાળામુખી સકુરાજીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આખું શહેર રાખની ઝપેટમાં આવી ગયું છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, ગણતરીની મિનિટોમાં આકાશમાં 3,500 મીટર (આશરે 11,500 ફૂટ) સુધી રાખનો ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ શહેરમાં ભારે માત્રામાં રાખ પડવાનું શરૂ થયું હતું. રસ્તાઓ, વાહનો અને મકાનો પર રાખની એટલી જાડી પરત જામી ગઈ છે કે જાણે શહેરમાં રાખોડી રંગનો બરફ પડ્યો હોય તેવું દ્રશ્ય ખડું થયું હતું.