ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર પ્રતિબંધ.
ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર પ્રતિબંધ.
Published on: 12th May, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત પૂર્વે, ઈરાનના તેલને ચીન સુધી પહોંચાડવામાં મદદ કરતી 12 કંપનીઓ અને વ્યક્તિઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ મુજબ, આ કંપનીઓ ઈરાનની 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' સાથે જોડાયેલી છે અને તેના દ્વારા થતી કમાણીનો ઉપયોગ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ, શસ્ત્રો અને આતંકી સંગઠનોને ભંડોળ પૂરું પાડવા કરે છે. આ પગલાંથી ટ્રમ્પે ચીન પર દબાણ વધાર્યું છે, જે ઈરાનના તેલનો મુખ્ય ખરીદનાર છે.