બેંકોની દેશવ્યાપી હડતાળ: '5 ડે વર્કિંગ'ની માગ સાથે 75 હજાર કર્મચારીઓ જોડાશે
બેંકોની દેશવ્યાપી હડતાળ: '5 ડે વર્કિંગ'ની માગ સાથે 75 હજાર કર્મચારીઓ જોડાશે
Published on: 10th September, 2026

આવતીકાલે 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના બેંક કર્મચારીઓ '5 ડે બેંકિંગ' લાગુ કરવાની મુખ્ય માંગણી અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે દેશવ્યાપી હડતાળ પર ઉતરશે. કેન્દ્રીય લેબર કમિશનર સાથે વાટાઘાટો નિષ્ફળ જતાં કર્મચારીઓએ આખરી નિર્ણય લીધો છે. શુક્રવારે હડતાળ બાદ શનિ-રવિની રજાને પગલે બેંકો ત્રણ દિવસ બંધ રહેશે. ગુજરાતના 75 હજાર કર્મચારીઓ જોડાશે, જેનાથી રાજ્યમાં ₹15 હજાર કરોડના વ્યવહારો ઠપ્પ થવાની ભીતિ છે.