રખડતી ગાયોના છાણમાંથી બાયોગેસ અને વીજળી બચાવી લાખોની કમાણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રખડતી ગાયોના વ્યવસ્થાપન માટે કરાયેલો અભિનવ પ્રયોગ સફળ રહ્યો છે. બાકરોલ અને દાણીલીમડા ખાતેના કરૂણા મંદિરોમાં ગાયના છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ સ્થાપી, દરરોજ 3200 કિલોથી વધુ છાણનો ઉપયોગ ખાતર, કુંડાં, સ્ટીક અને બાયોગેસ બનાવવા માટે કરાય છે. આનાથી દર મહિને ₹3.5 લાખની બચત થાય છે અને 17-18 યુનિટ વીજળીની પણ બચત થાય છે. આ મોડેલ શીખવા અન્ય રાજ્યોમાંથી પણ અધિકારીઓ આવે છે.
