રેપર કાર્ડી બી પેરિસ ફેશન વીકમાં છવાઈ
રેપર કાર્ડી બી પેરિસ ફેશન વીકમાં છવાઈ
Published on: 17th July, 2026

અમેરિકન રેપર કાર્ડી બી (Cardi B) પેરિસ કોઉચર ફેશન વીક (Paris Couture Fashion Week)માં પોતાના અનોખા અવતારથી સૌનું ધ્યાન ખેંચ્યું. રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઇન કરાયેલ આઇવરી કલરના કસ્ટમ કોર્સેટ ગાઉનમાં તે રાજકુમારી જેવી લાગી રહી હતી. `દેવી : ધ ઇટરનલ મ્યુઝ' કલેક્શનમાંથી પ્રેરિત આ ડ્રેસની ડિઝાઇન ભારતીય મંદિરોના નક્શીકામથી પ્રેરિત હતી. કાર્ડી બીના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.