પાનમસાલા જાહેરાત: શાહરૂખ, અજય, ટાઈગરને FDAની નોટિસ
પાનમસાલા જાહેરાત: શાહરૂખ, અજય, ટાઈગરને FDAની નોટિસ
Published on: 17th August, 2026

મહારાષ્ટ્ર FDA દ્વારા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને વિમલ ઈલાયચીની જાહેરખબરો બદલ શો કોઝ નોટિસ ફટકારી છે. FDAના આરોપ મુજબ, તેઓ ઈલાયચીના બહાને પ્રતિબંધિત પાનમસાલા અને તમાકુ ઉત્પાદનોની પરોક્ષ જાહેરાત કરી રહ્યા છે. કલાકારોને જાહેરાતો બંધ કરવા અને સોશિયલ મીડિયા પરથી પ્રમોશનલ કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવાનો આદેશ અપાયો છે. FDAએ સ્પષ્ટ કર્યું કે આ જાહેરાતો વિમલ પાનમસાલા બ્રાન્ડ સાથે સંબંધ ધરાવે છે, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત છે. આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડઝ એક્ટ, ૨૦૦૬ના ઉલ્લંઘન સમાન છે.