બૉલિવૂડ સુપરસ્ટાર્સ મુશ્કેલીમાં?
બૉલિવૂડ સુપરસ્ટાર્સ મુશ્કેલીમાં?
Published on: 30th September, 2026

'વિમલ એલચી'ની જાહેરાતમાં દેખાયેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan), અજય દેવગન (Ajay Devgn) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) ને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોકલાયેલી કારણદર્શક નોટિસનો જવાબ મળ્યો છે. FDA કમિશનર તુકારામ મુંઢે જણાવ્યું કે, બે કલાકારોએ વ્યક્તિગત સુનાવણી માંગી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે. FDA હવે કાયદાકીય કાર્યવાહી આગળ વધારશે. FDA નો આરોપ છે કે આ જાહેરાત પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા બ્રાન્ડનું સરોગેટ પ્રમોશન છે. ફૂડ સેફ્ટી કાયદા મુજબ, જાહેરાત કરનાર કલાકારોની પણ જવાબદારી બને છે. કાયદાની નજરમાં બધા સમાન છે.