12 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે ધન લાભના યોગ
12 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે ધન લાભના યોગ
Published on: 11th October, 2026

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 12 ઓક્ટોબર 2026ના રોજ બીજા નોરતે બુધ ગ્રહ સ્વાતિ નક્ષત્રમાંથી નીકળીને વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર 3 નવેમ્બર 2026 સુધી ચાલશે. બુધને બુદ્ધિ, વાણી અને વેપારનો કારક માનવામાં આવે છે. આ નક્ષત્ર પરિવર્તન વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે અને પ્રતિષ્ઠા વધશે. સિંહ રાશિના જાતકોની વાતચીત શૈલી સુધરશે અને કાર્યસ્થળ પર પ્રભાવ વધશે. ધન રાશિના જાતકોને નોકરી અને વેપારમાં નવી તકો મળશે, આવકના સ્ત્રોત વધશે અને સંપત્તિ સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો મળશે.