રાપર તાલુકાના કાનમેર ગામે કૂવામાંથી પાણી મળતા ગ્રામજનોમાં ખુશી.
રાપર તાલુકાના કાનમેર ગામે કૂવામાંથી પાણી મળતા ગ્રામજનોમાં ખુશી.
Published on: 12th April, 2026

રાપર તાલુકાના કાનમેર ગામે પીવાના પાણીની સમસ્યા માટે કાયમી ઉકેલ લાવવા માટે જૂના કૂવાને ફરીથી ખોલવામાં આવ્યા. સરપંચના માર્ગદર્શન હેઠળ કૂવાની સફાઈ કામગીરી હાથ ધરાતા અંદરથી પાણીના ધોધ વહી નીકળ્યા, અને પીવાલાયક મીઠું પાણી મળી આવ્યું. આ સફળતાથી કાનમેર ગામની જનતામાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ. જળ સંચય અને જૂના જળ સ્ત્રોતોને જીવંત કરવાની આ પહેલ અન્ય ગામો માટે પણ માર્ગદર્શક બની રહેશે.