બનાસકાંઠા: વરસાદમાં મગફળી અને બાજરીના પાક સહિત ઘાસ પણ બગડી ગયું
બનાસકાંઠા: વરસાદમાં મગફળી અને બાજરીના પાક સહિત ઘાસ પણ બગડી ગયું
Published on: 30th June, 2025

બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ઉનાળામાં કરેલ બાજરી અને મગફળીનું વાવેતર લેવાના સમયે વરસાદ પડતા પાક બગડી ગયો છે. મગફળીનો તૈયાર પાક નુકસાનીમાં ગયો છે. ઘાસ પણ બગડતા પશુઓને નિભાવવા મુશ્કેલ બન્યા છે. ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદથી તે પાક પણ બગડી ગયો. ખેડૂતો માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવામાં આવે. નહિંતર, આ અણધારી કુદરતી આફતને કારણે તેમને ભારે આર્થિક નુકસાન થશે.