UGVCLમાં સોલાર યુનિટ નોંધણીમાં વિસંગતતા
UGVCLમાં સોલાર યુનિટ નોંધણીમાં વિસંગતતા
Published on: 17th July, 2026

મહેસાણામાં સ્માર્ટ મીટર અને સોલાર બિલિંગમાં વિસંગતતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોકુલ હોમ્સના સોલાર રૂફટોપ ગ્રાહક અલ્પેશ પટેલે યુજીવીસીએલના સ્માર્ટ મીટર સામે સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક ફરિયાદ નિવારણ મંચમાં અધિકૃત ટેસ્ટિંગ અને ટેકનિકલ તપાસની માંગ કરી છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, તેમના બિલમાં સોલાર એક્સપોર્ટ 362 યુનિટ દર્શાવાયું છે, જ્યારે ઇન્વર્ટર એપમાં કુલ ઉત્પાદન 498.7 યુનિટ નોંધાયું છે, જે 136.7 યુનિટનો તફાવત સૂચવે છે. આ ઉપરાંત, તેમણે એક જ સમયે નોંધેલા વિવિધ સ્ત્રોતોના રીડિંગમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. UGVCLએ ફરિયાદની ચકાસણીની ખાતરી આપી છે.