ખેડબ્રહ્મામાં રખડતા પશુઓનો ત્રાસથી લોકો ત્રાહિમામ
ખેડબ્રહ્મામાં રખડતા પશુઓનો ત્રાસથી લોકો ત્રાહિમામ
Published on: 26th September, 2026

ખેડબ્રહ્મા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ છેલ્લા કેટલાય સમયથી ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં આખલાઓના યુદ્ધ અને લોકોને અડફેટે લેવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તાજેતરમાં માણેકચોક શીતલ ચોક વિસ્તારમાં એક પરિવારને બાઇક પર પસાર થતી વખતે રખડતા પશુઓએ અડફેટે લીધો હતો, જેના કારણે બાઇકને નુકસાન થયું હતું. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.