ભાવનગરમાં એક માસમાં શિયાળુ વાવેતરમાં બમણો વધારો
ભાવનગરમાં એક માસમાં શિયાળુ વાવેતરમાં બમણો વધારો
Published on: 19th January, 2026

ભાવનગરમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને નુકશાન બાદ ઠંડી વધતા, શિયાળુ પાકના વાવેતરમાં એક મહિનામાં 75,700 હેકટરનો વધારો થયો છે. કુલ વાવેતર 1,50,100 હેકટરને આંબી ગયું છે, જેમાં ડુંગળીનું 40,900 અને ઘઉંનું 40,400 હેકટરમાં વાવેતર થયું છે. 20મી નવેમ્બરથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે.