ખેરવા KVK ખાતે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન અંતર્ગત આખજ ગામના ખેડૂતો માટે આધુનિક કૃષિ તાલીમનું આયોજન.
ખેરવા KVK ખાતે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન અંતર્ગત આખજ ગામના ખેડૂતો માટે આધુનિક કૃષિ તાલીમનું આયોજન.
Published on: 21st January, 2026

મહેસાણા ખેતીવાડી વિભાગ દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ KVK ખેરવા ખાતે ક્રોપિંગ સિસ્ટમ આધારિત તાલીમ યોજાઈ. આખજ ગામના ખેડૂતોને ઘઉં, દિવેલા, રાઈ જેવા પાકોમાં ઉત્પાદન વધારવા આધુનિક ખેતી પદ્ધતિઓ, ખાતર વ્યવસ્થાપન, પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું. તજજ્ઞોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા. ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડી ખેતી ખર્ચ ઘટાડવા અને આવક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.