ભુજ APMC માર્કેટમાં પ્લાસ્ટિકના કેરેટમાં આગ
ભુજ APMC માર્કેટમાં પ્લાસ્ટિકના કેરેટમાં આગ
Published on: 10th June, 2026

ભુજ APMC માર્કેટ ખાતે મંગળવારે સવારે દુકાનોની બહાર રાખવામાં આવેલા પ્લાસ્ટિકના કેરેટમાં આગ લાગી હતી, જે ઝડપથી 4 દુકાનો સુધી પ્રસરી હતી. ફાયર બ્રિગેડની ટીમે આશરે એક કલાકની જહેમત બાદ 2,700 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઉપરાંત, પ્રભુનગરમાં પાર્ક કરેલી કારમાં અને છાડવારા ગામે સોલાર પાવર પ્લાન્ટ પાસે ઘાસચારામાં પણ આગ લાગી હતી, જેને ફાયર વિભાગ દ્વારા બુઝાવી દેવાઈ હતી.