છોટાઉદેપુરના વેલારી શાળાના શિક્ષિકાએ જન્મદિવસ પર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
છોટાઉદેપુરના વેલારી શાળાના શિક્ષિકાએ જન્મદિવસ પર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
Published on: 04th October, 2026

છોટાઉદેપુરના નસવાડી તાલુકાની વેલારી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા સીમાબેન પ્રજાપતિએ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી. BRC ભવન, નસવાડી ખાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું. આ પ્રસંગે CRC વિજયભાઈ અખેડ, BRP પવન પ્રજાપતિ અને બીઆરસી ભવનનો સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો. મોંઘા આયોજનોને બદલે વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિને કંઈક પાછું આપવાનો સંદેશ અપાયો. દરેક વ્યક્તિએ જન્મદિવસ પર એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ.