છોટા ઉદેપુરના કુકરદાના ડૂકતા ફળિયાને જોડતો 2.20 કિ.મી. રોડ રૂા. 6.20 કરોડના ખર્ચે પાકો બનશે
છોટા ઉદેપુરના કુકરદાના ડૂકતા ફળિયાને જોડતો 2.20 કિ.મી. રોડ રૂા. 6.20 કરોડના ખર્ચે પાકો બનશે
Published on: 04th October, 2026

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામના ડૂકતા ફળિયાને જોડતો 2.20 કિલોમીટર લાંબો કાચો રસ્તો હવે પાકો ડામર રોડ બનશે. આશરે 3155ની વસતી ધરાવતા આ વિસ્તાર માટે આ વિકાસ કાર્ય રૂા. 6.20 કરોડના ખર્ચે હાથ ધરાયું છે, જે માટે જય કંસ્ટ્રક્શનને વર્ક ઓર્ડર અપાયો છે. હાલમાં સબગ્રેડની કામગીરી પ્રગતિમાં છે. આ પાકા માર્ગથી ગ્રામ્ય વિસ્તારમાં કનેક્ટિવિટી મજબૂત બનશે અને લોકોને અવર-જવરની સુવિધા મળશે.