ભાવનગરમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ સિહોર સર્વોત્તમ ડેરી ખાતે ભવ્ય સફાઈ ઝુંબેશ યોજાઈ
ભાવનગરમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ સિહોર સર્વોત્તમ ડેરી ખાતે ભવ્ય સફાઈ ઝુંબેશ યોજાઈ
Published on: 24th September, 2026

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સર્વોત્તમ ડેરી ખાતે સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંઘનાં સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો. સર્વોત્તમ ડેરીના આંતરિક પરિસર તેમજ જિલ્લાની તમામ દૂધ મંડળીઓના કર્મચારીઓએ પણ આ સફાઈ ઝુંબેશમાં યોગદાન આપ્યું. સામુહિક શ્રમદાન દ્વારા સ્વચ્છ ભારત સુંદર ભારતના સંકલ્પને મજબૂત કરવાનો પ્રયાસ કરાયો.