એસુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતોને 2 વર્ષથી 4% વ્યાજ રિબેટ મળ્યું નથી
એસુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતોને 2 વર્ષથી 4% વ્યાજ રિબેટ મળ્યું નથી
Published on: 23rd September, 2026

આમ આદમી પાર્ટીના કિસાન સેલ દ્વારા વઢવાણના ખેડૂતો વતી વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું છે. ખેડૂતોએ જણાવ્યું કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લીધેલા પાક ધિરાણ પર કેન્દ્ર સરકારના નિયમ મુજબ 4% વ્યાજ રિબેટ મળવાપાત્ર છે. છેલ્લા 2 વર્ષથી નિયમિત વ્યાજ ભરવા છતાં આ રિબેટની રકમ જમા થઈ નથી. આ રકમ ખેડૂતો માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. આવેદનપત્રમાં તાકીદે આ રિબેટ જમા કરવા તથા પાક ધિરાણના ઓટો-રિન્યુઅલની પણ માગ કરાઈ છે, જેથી ખેડૂતોને મોટી રકમની વ્યવસ્થા ન કરવી પડે.