ઉત્તર ગુજરાતમાં ખરીફ્ પાકોનું વાવેતર ૧૪ લાખ હેક્ટર સુધી પહોંચવાની તૈયારીમાં
ઉત્તર ગુજરાતમાં ખરીફ્ પાકોનું વાવેતર ૧૪ લાખ હેક્ટર સુધી પહોંચવાની તૈયારીમાં
Published on: 13th August, 2026

ઉત્તર ગુજરાતના ૭ જિલ્લાઓમાં ખરીફ્ પાકોનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ૧૩૯૬૯૦૦ હેક્ટર સુધી પહોંચ્યું છે. ખેડૂતો પરંપરાગત ધાન્ય પાકો સાથે રોકડિયા પાકો જેવાં કે દિવેલા, કપાસ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારા પર વધુ મદાર રાખી રહ્યા છે. બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારોમાં વિક્રમી વાવેતર નોંધાયું છે, જેમાં દિવેલા, બાજરી અને ઘાસચારાનું ઉત્પાદન મુખ્ય છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ વિવિધ પાકોનું સારું વાવેતર થયું છે.