Newskida Logo newskida
TM
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • ABP Asmita
  • Nirbhay News
  • News Kida
  • Navajivan News
  • અબતક
    • fire-image Trending
    • દિન વિશેષ
    • News Sources
  • ચાલુ મહિનો આજે
    કલ્પના ચાવલા જન્મજયંતી
    કલ્પના ચાવલા જન્મજયંતી

    “તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ના છે. અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિ હતું. તે નાનપણથી જ ખૂબ જ ચંચળ સ્વભાવના હતા. આમ ઘરમાં સૌથી નાના હોવાથી માતા-પિતા ભાઇ-બહેનોએ તેમને ખૂબ લાડકોડથી મોટા કર્યા હતા. કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર માધ્યમિક શાળામાં થયું હતું. નાનપણથી જ તેમને એરોનોટિકલ એન્જિનિયર બનવાનો શોખ હતો. તેમના પિતા તેમને ડૉક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા, પરંતુ તે નાનપણથી જ અવકાશમાં મુસાફરી કરવાની કલ્પના કરતા હતા. સ્વપ્નને સાકાર કરવા કલ્પના ચાવલાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજ, ચંદીગઢ માં એરોનોટિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે B.E.માં પ્રવેશ મેળવ્યો અને 1982માં એરોનોટિકલ એન્જિનિયરિંગની પદવી પણ મેળવી. આ પછી કલ્પના અમેરિકા ગયા અને 1982માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ માં પ્રવેશ મેળવ્યો. તેમણે આ અભ્યાસક્રમ 1984માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અંતરિક્ષયાત્રી બનવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેમણે 1986માં એરોસ્પેસ એન્જિનિયરિંગ'માં બીજીવાર માસ્ટર કર્યું. ત્યારબાદ 1988માં તેમણે કોલરાડો યુનિવર્સિટી માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ વિષયમાં PhD પણ પૂર્ણ કર્યું. કલ્પના ચાવલા એ NASA ના એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરતાં કરતાં અંતરીક્ષને લગતાં સંશોધનો ચાલુ રાખ્યા. 1994 માં NASA એ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી. કલ્પના ચાવલા માર્ચ, 1995માં NASA ના અવકાશયાત્રી કોર્પ્સ સાથે જોડાયાં. તેઓ 1996માં પ્રથમ ઉંડાન માટે પસંદ થયાં. 19 નવેમ્બર થી 5 સપ્ટેમ્બર, 1997 સુધી અવકાશમાં STS–87 માં પ્રાઇમ રોબોટીક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી. 6 અવકાશયાત્રી સાથે સ્પેસશટલ કોલંબિયા STS-87 માં ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજા ભારતીય અંતરીક્ષયાત્રી વ્યક્તિ હતા. પ્રથમ અવકાશયાત્રા દરમિયાન ચાવલાએ પૃથ્વીની 252 ભ્રમણકક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરી અને 372 કલાક કરતાં વધુ સમય અવકાશમાં રહ્યા હતા. STS-87 પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. 2000 માં તેમને STS-107 ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવ્યા હતા. 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ ધરતીથી 63 કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન સ્પેસશટલ કોલંબિયા તૂટી પડતાં કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજ્યું હતું.   ભારતના નારી રત્નોમાં કલ્પના ચાવલાનું નામ અમર રહેશે.

    01st July

    Read more
    કલ્પના ચાવલા જન્મજયંતી
    01st July
    “તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ના છે.

    અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિ હતું. તે નાનપણથી જ ખૂબ જ ચંચળ સ્વભાવના હતા. આમ ઘરમાં સૌથી નાના હોવાથી માતા-પિતા ભાઇ-બહેનોએ તેમને ખૂબ લાડકોડથી મોટા કર્યા હતા. કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર માધ્યમિક શાળામાં થયું હતું....
    Read more