Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન

ભારત દેશમાં દર વર્ષે 24 એપ્રિલ ને 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન' તરીકે ઊજવવામાં આવે છે. 24 એપ્રિલ, 2010 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન ની ઉજવણીની ઘોષણા કરી હતી. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી. કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે 'ગ્રામસ્વરાજ' એવો શબ્દ પ્રયોજાયો હતો.   જાન્યુઆરી, 1957 માં ભારત સરકારે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાનાં કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારાં કાર્ય માટેના પગલા સૂચવવા માટે બળવંતરાય મહેતા સમિતિની રચના કરી હતી. આ સમિતિએ નવેમ્બર, 1957 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં 'લોકશાહી વિકેન્દ્રીકરણ' યોજના સ્થાપવાની ભલામણ કરી હતી, જેને બાદમાં પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવી. આ સમિતિની ભલામણોને જાન્યુઆરી, 1958 માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે સ્વીકારી હતી.   ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર, 1959 થી થઈ હતી. રાજસ્થાન એ દેશનું પહેલું રાજ્ય હતું જ્યાં પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો હતો. જયારે ગુજરાતમાં 1 એપ્રિલ, 1963 થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો.   પંચાયતી સંસ્થાઓને વધારે કાર્યક્ષમ બનાવવા અને એમને બંધારણીય માન્યતા આપવા 1992 બંધારણમાં 73મો સુધારો કરવામાં આવ્યો હતો.   24મી એપ્રિલ, 1993 થી બંધારણનો આ સુધારો અમલમાં આવતાં પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળતો થયો. આ ઘટના ગામડાંઓ સુધી રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણની એક ઐતિહાસિક ક્ષણ છે. ભારતનું બંધારણ પંચાયતોને 'સ્વરાજ્યની સંસ્થા' તરીકે માન્યતા આપે છે.   ભારત દેશમાં પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારવામાં આવ્યું છે. 1. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત 2. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત 3. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત

24th April

Read more
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
24th April
ભારત દેશમાં દર વર્ષે 24 એપ્રિલ ને 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન' તરીકે ઊજવવામાં આવે છે. 24 એપ્રિલ, 2010 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન ની ઉજવણીની ઘોષણા કરી હતી. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી. કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે 'ગ્રામસ્વરાજ' એવો શબ્દ પ્રયોજાયો હતો.   જાન્યુઆરી, 1957 માં ભારત સરકારે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાનાં કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારાં...
Read more