Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
વિશ્વ એઇડ્સ દિન
વિશ્વ એઇડ્સ દિન

વિશ્વભરમાં એચ.આઈ.વી. (એઇડ્સ) સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિન મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સૌ પ્રથમ ઑગસ્ટ, 1987 માં વિશ્વ એઇડ્સ દિનને વૈશ્વિક સ્તરે ઉજવવાની શરૂઆત કરી હતી. એઇડ્સ આધુનિક સમયની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. એચ.આઈ.વી. (એઇડ્સ) એક પ્રકારના જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે, તેને મેડિકલની ભાષામાં ‘હ્યુમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ' એટલે કે એઇડ્સ ના નામથી ઓળખવામાં આવે છે. બોલચાલમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી ઓળખાય છે. આ રોગમાં જીવલેણ ઇન્ફેક્શન વ્યક્તિના શરીરની ઇમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે શરીર સામાન્ય બીમારીઓ સામે પણ લડવામાં સક્ષમ રહેતું નથી. વર્ષ 1986 માં ભારતમાં એઇડ્સનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ભારતમાં એચ. આઈ. વી. એઇડ્સના દર્દીઓની સંખ્યા લાખોમાં છે. વિશ્વમાં દરરોજ સેંકડો બાળકો એચ.આઈ.વી.ગ્રસ્ત જન્મે છે, જેમાંથી આશરે 30 ટકા જેટલાં મૃત્યુ પામે છે. અન્ય રોગોની સરખામણીએ એઇડ્સના દર્દીઓને સમાજ વચ્ચે જીવવામાં ઘણા માનસિક તણાવોમાંથી પસાર થવું પડે છે, ગામડાંઓમાં આ રોગ વિશે જોઈએ તેટલી માહિતીનો અભાવ હોવાથી આ રોગની લાક્ષણિકતાઓ જલદી જાણી શકાતી નથી પરિણામે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. લોકોમાં આ રોગ વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર થાય અને સમાજમાં આ રોગના દર્દીનો હૂંફ અને લાગણીથી સ્વીકાર થાય. એઇડ્સ થવાનાં કારણોઅસલામત જાતીય સંબંધ, સંક્રમિત લોહી ચઢાવવું. એચ. આઈ. વી સંક્રમિત મહિલાઓનાં બાળકોમાં, એકવાર ઉપયોગમાં લેવાયેલ ચેપી સિરીજ (સોય)નો બીજીવાર ઉપયોગ કરવાથી, ઇન્ફેક્ટેડ (ચેપી) બ્લેડનો ઉપયોગ કરવો વગેરે.એઇડ્સ મહિલાઓ તથા છોકરીઓને વિશેષ અસર કરે છે. જાતીય સમાગમ દરમિયાન આ રોગનો ચેપ સામાન્યતઃ પુરુષો કરતાં મહિલાઓને વધુ ઝડપથી અસર કરતો હોય છે. એઇડ્સગ્રસ્ત માતા દ્વારા જ બાળકને ચેપ લાગવાની વધુ શક્યતા હોય છે.એઇડ્સ એક એવો રોગ છે કે, જેને પોતાનાં આગવાં કોઈ ચિહ્નો નથી. સામાન્યતઃ રોગના કોઈ દેખીતા કારણ સિવાય જ આવી વ્યક્તિના શરીરના વજનમાં માત્ર એક માસ જેટલા ટૂંકા સમયગાળામાં જ 10 ટકા કે તેથી વધુ ઘટાડો થાય છે. કોઈ કારણોસર એક માસથી વધુ સમય માટે તાવ અને ઉધરસ ચાલુ રહેતી હોય છે. ચામડી ઉપર ડાઘ પડે તેમજ ખંજવાળ પણ આવતી હોય છે. જીભ ઉપર છારી બાઝતી હોય છે તથા શરીરની લસિકા ગ્રંથિઓમાં સોજો પણ આવતો હોય છે. એચ.આઈ.વી. (એઇડ્સ)થી બચાવના ઉપાય• કિશોરાવસ્થાથી જ યૌન રોગો અને એઇડ્સ સંદર્ભે જાણકારી આપવી.• યૌન રોગો તથા એઇડ્સ સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવાર સેવાઓનો ઉપયોગ કરવો.• લાયસન્સ ધરાવતી બ્લડ બૅન્કો પાસેથી જ એઇડ્સના પરીક્ષણ બાદ લોહી લેવું જોઈએ.• બીજાએ ઉપયોગ કરેલ હોય તેવાં ટૂથબ્રશ, રેઝર, બ્લેડ જેવાં સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ.• અસલામત જાતીય સંબંધો ટાળવા જોઈએ.

01st December

Read more
વિશ્વ એઇડ્સ દિન
01st December

વિશ્વભરમાં એચ.આઈ.વી. (એઇડ્સ) સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિન મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સૌ પ્રથમ ઑગસ્ટ, 1987 માં વિશ્વ એઇડ્સ દિનને વૈશ્વિક સ્તરે ઉજવવાની શરૂઆત કરી હતી.

એઇડ્સ આધુનિક સમયની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. એચ.આઈ.વી. (એઇડ્સ) એક પ્રકારના જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે, તેને મેડિકલની ભાષામાં ‘હ્યુમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ' એટલે કે એઇડ્સ ના નામથી ઓળખવામાં આવે છે. બોલચાલમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી...

Read more
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન

1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે.  BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે પાકિસ્તાની આક્રમણનો સામનો કરવો પડ્યો ત્યારે તે અપૂરતું સાબિત થયું અને ત્યારે ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા માટે વિશિષ્ટ સશસ્ત્ર દળની આવશ્યકતા સમજાઈ. સચિવોની સમિતિની ભલામણને આધારે 1 ડિસેમ્બર, 1965 ના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સ્થાપના કરવામાં આવી. BSF ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તે હાલમાં વિશ્વનું સૌથી મોટું સરહદ રક્ષક દળ છે. આ સંસ્થાના પ્રથમ વડા અને સ્થાપક કે. એફ. રૂસ્તમજી (IPS) હતા. BSFની સ્થાપના થઈ ત્યારે 25 બટાલિયન હતી. હાલમાં લગભગ 186 બટાલિયન છે અને તેમાં 2 લાખ થી વધુ જવાનો છે. તેની પાસે ઍર વિંગ, મરીન વિંગ, કમાન્ડો યુનિટ અને આર્ટિલરી રેજિમેન્ટ પણ છે. BSF પાસે અધિકારીઓની કેડર છે, પરંતુ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) હંમેશાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હોય છે. BSFનો ધ્યેયમંત્ર છે: "કોઈપણ કાર્ય, કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ." તેનું સૂત્ર છે "જીવન પર્યંત કર્તવ્ય.” ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા ઉપરાંત, BSF કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરીમાં પણ જોડાય છે. તે United Nations (UN) મિશન માટે કર્મચારીઓને પણ મોકલે છે. BSF પાસે પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) આપત્તિઓ સહિત તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે વિશેષ બટાલિયન છે. ગુજરાતની પાકિસ્તાન સાથેની નડાબેટ બોર્ડર પર BSF દ્વારા રીટ્રીટ (પરેડ) થાય છે. જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહે છે. 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઓપરેશન બ્લ્યુ સ્ટાર, ઓપરેશન બ્લેક થંડર, કારગીલ યુદ્ધમાં ઓપરેશન વિજય અને 2000ના દાયકામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી અથડામણમાં BSFની મુખ્ય ભૂમિકા રહી હતી. શાંતિના સમયમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવું, સરહદ પર દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવી, ભારતમાં અનધિકૃત પ્રવેશ અથવા બહાર નીકળવા સહિત સરહદ પારના ગુનાઓ અટકાવવા તેમજ ઘૂસણખોરી અટકાવવી અને સરહદ પારની ગુપ્ત માહિતી એકત્રિત કરવી જેવી પ્રવૃત્તિઓ BSF દ્વારા કરવામાં આવે છે. જ્યારે યુદ્ધ દરમિયાન સોંપાયેલ ક્ષેત્રોનો બચાવ, દુશ્મન દળો સામે મર્યાદિત આક્રમક કાર્યવાહીમાં વ્યસ્ત રહેવું, સેના દ્વારા જીતાયેલા દુશ્મન પ્રદેશના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, સરહદી વિસ્તારોમાં સેનાના માર્ગદર્શક તરીકે કામ કરવું જેવાં કાર્યો પણ કરે છે.

01st December

Read more
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
01st December

1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે. 

BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે...

Read more
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન

દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને સમાન ત આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન ઉજવવામાં આવે છે. વ્યક્તિઓના વિકલાંગ માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે. સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં ન આવે. આ વ્યક્તિઓને દયાની નહીં, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જીવતાં અને કામ કરતાં શીખવે તેવી વિશેષ તાલીમ અને તકની જરૂર છે. દિવ્યાંગ બાળ અધિકાર, 2016 મુજબ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિને મુશ્કેલી ઊભી ન થાય તે માટે અધિકાર આપવામાં આવ્યા છે. આ અધિકાર મુજબ એસ.ટી. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, વિમાન મથક તથા અન્ય સ્થળોએ દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી અવરજવર કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ તેમને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સ્ટીફન હોકિંગ્સ, હેલન કેલર જેવા મહાનાયકો તેમજ ભારતીય મૂળનાં સુધાચંદ્રન, એચ.રામક્રિશ્ન, અરુણિમા સિંહા જેવી મહાન વ્યક્તિઓને કે જેમને પોતાના અંગોમાં કોઈને કોઈ તકલીફો હોવા છતાં પણ તેઓએ સફળતાનાં શિખરો સર કર્યાં છે. તેમનાં ઉદાહરણો લઈને આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી જોઈએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ વિકલાંગ વ્યક્તિઓને 'દિવ્યાંગ' તરીકે સંબોધીને ખૂબ સન્માન આપ્યું છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેમને મદદરૂપ થઈ રહી છે. દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ સમાજનો જ એક ભાગ છે માટે તેમને કાયમ સમાન અને સન્માનની દૃષ્ટિએ જ જોવા જોઈએ.

03rd December

Read more
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન
03rd December

દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને સમાન ત આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન ઉજવવામાં આવે છે. વ્યક્તિઓના વિકલાંગ માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે.

સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં ન આવે. આ વ્યક્તિઓને દયાની નહીં, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જીવતાં અને કામ કરતાં શીખવે તેવી વિશેષ તાલીમ અને તકની જરૂર છે.

Read more
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી

ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર, 1884 ના રોજ બિહારના સીવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, તેમનાં માતા રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતાં હતાં. રાજેન્દ્રપ્રસાદને 5 વર્ષ ની ઉંમરે માતા-પિતાએ એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ ધરાવતા હતા. તેમના ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે તેમણે પટણામાં ટી.કે.ઘોષ એકેડમી માં ભણવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે કોલકાત્તા યુનિવર્સિટી માં પ્રવેશ માટે પરીક્ષા આપી, જેમાં તે પ્રથમ નંબરે પાસ થયા. જેથી તેમને દર મહિને 30 રૂપિયા ની સ્કોલરશિપ મળવા લાગી. તેમના ગામના કોઈ યુવાને પ્રથમ વખત કોલકાત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી હતી, જે ચોક્કસપણે રાજેન્દ્રપ્રસાદ અને તેમના પરિવાર માટે ગર્વની વાત હતી. 1902 માં પ્રસાદજીએ પ્રેસિડેન્સી કોલેજ માં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેઓ સ્નાતક થયા. 1907 માં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં M.A. કર્યું. તેમણે 1915 માં કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી, જેના માટે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કાયદામાં ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી. ડૉ.રાજેન્દ્રપ્રસાદ ખૂબ જ સરળ અને ગંભીર સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ દરેક વર્ગના લોકો સાથે સમાન રીતે વર્તતા હતા. 1917 માં મહાત્મા ગાંધીજી બિહાર આવ્યા અને તે દરમિયાન ડૉ. પ્રસાદ ગાંધીજીને મળ્યા. તેઓ તેમની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા. 1919 માં સમગ્ર ભારતમાં અસહકારની ચળવળ ની લહેર હતી.. ગાંધીજીએ તમામ શાળાઓ અને સરકારી કચેરીઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તે પછી ડૉ. પ્રસાદે નોકરી છોડી દીધી હતી. ચંપારણ ચળવળ દરમિયાન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ગાંધીજીના વફાદાર સાથી બન્યા હતા. 1931 માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું. આ દરમિયાન ડૉ. પ્રસાદને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. 1934માં  તેમને મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમણે 1942 માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલાં જ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે બંધારણના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના આ બંધારણ પર હસ્તાક્ષર કરીને ડૉ. પ્રસાદે તેને માન્યતા આપી હતી. 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને 1957 માં બીજી વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા. રાષ્ટ્રપતિ પદની મુદત પૂરી થયા બાદ બિહાર વિદ્યાપીઠ માં રહીને લોકસેવા કરતાં રહ્યા. 1962 માં તેમનાં રાજકીય અને સામાજિક યોગદાન માટે ભારતના શ્રેષ્ઠ નાગરિક સન્માન ‘ભારતરત્ન' થી નવાજવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરી, 1963 ના રોજ હ્રદય રોગના હુમલાને કારણે 78 વર્ષની વયે ડૉ. પ્રસાદનું અવસાન થયું. ભારતીય રાજકીય ઇતિહાસમાં તેમની છબી એક મહાન અને નમ્ર રાષ્ટ્રપતિની છે. ડૉ. રાજેન્દ્રપ્રસાદજીની યાદમાં પટણામાં ‘રાજેન્દ્ર મેમોરિયલ મ્યુઝિયમ' બનાવવામાં આવ્યું છે.

03rd December

Read more
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી
03rd December

ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર, 1884 ના રોજ બિહારના સીવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, તેમનાં માતા રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતાં હતાં.

રાજેન્દ્રપ્રસાદને 5 વર્ષ ની ઉંમરે માતા-પિતાએ એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ ધરાવતા...

Read more
ભારતીય નૌસેના દિન
ભારતીય નૌસેના દિન

ભારતીય સેનાના મુખ્ય ત્રણ વિભાગો છે. (1) ભૂમિદળ (2) હવાઈદળ અને (3) નૌકાદળ.   આજના ભારતીય નૌકાદળની સ્થાપના છેક અંગ્રેજી શાસન વખતે 1612 માં સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન'ના નામે કરી હતી. તે પછી તેને1638 માં 'બોમ્બે મરીન', 1830 માં 'હર મેજેસ્ટીઝ ઇન્ડિયન નેવી', 1892 માં 'રોયલ ઇન્ડિયન મરીન' અને 1934 માં 'રોયલ ઇન્ડિયન નેવી' એવાં નામો અપાતાં રહ્યાં. આઝાદી પછી 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેનું 'ભારતીય નૌકાદળ' અથવા 'ભારતીય નૌસેના' એવું નામકરણ કરીને પુનઃરચના કરવામાં આવી.   ભારતીય નૌસેના આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરવામાં અને અન્ય કુદરતી આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવામાં અતૂટ પ્રતિબદ્ધતાથી કાર્ય કરે છે. તેની બહુમૂલ્ય સેવાઓ અને બલિદાનોએ આપણા રાષ્ટ્રને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવ્યું છે. આજે ભારતીય નૌસેના દુનિયાની પાંચમી સૌથી મોટી નૌસેના છે. તેની પાસે અસંખ્ય જહાજો, લડાકુ જળપોત, પનડુબ્બી- સબમરીન, પેટ્રોલ ક્રાફ્ટ, વિમાન વાહક જહાજો અને વિશાળ સેના છે. નૌસેના પાસે શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત છે, જે ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે તેમાં અત્યાધુનિક સ્વદેશી ઓટોમેશન સુવિધાઓ છે. ભારતની ત્રણ બાજુ સમુદ્ર છે. તેને ઘણી લાંબી દરિયાઈ સીમા છે. આ વિશાળ જળ વિસ્તારની સરહદોની સુરક્ષાનું કામ કપરું છે. છતાં નોંધવું પડે કે ભારતમાં થયેલા બહારના હુમલાઓ જમીન માર્ગે થયા છે, જળ માર્ગે નહીં. આજના મજબૂત ભારતીય નૌકાદળ સામે દુશ્મનોને ટકવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.   ભારતીય નૌસેનાનો ઇતિહાસ ગૌરવમય છે. 1961 માં ગોવાને પોર્ટુગીઝોથી સ્વતંત્રતા અપાવવામાં સેનાને તેણે મહત્વપૂર્ણ મદદ કરી હતી. આ ઉપરાંત સૌથી વિશેષ ઘટના જાણવા જેવી છે. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું. પાકિસ્તાને 3જી ડિસેમ્બરે ભારતીય એરપોર્ટ ઉપર હુમલો કર્યો. એ વખતે તેને જડબાતોડ જવાબ આપવા નૌસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન ટ્રાયડેન્ટ' (યુદ્ધ કાર્યવાહી)નું આયોજન કર્યું. જેનું નેતૃત્વ કમોડોર ગોપાલ રાવે કર્યું. એડમિરલ એસ. એમ. નંદા, વાઈસ એડમિરલ જી. એમ. હિરાનંદાની ના માર્ગદર્શનમાં નૌસેનાએ ચોથી અને 5મી ડિસેમ્બરે રાત્રે કરાંચી બંદર પર હુમલો કરીને પશ્ચિમી તટ ઉપર પાકિસ્તાનની કાર્યવાહીને નિષ્ફળ કરી દીધી. પાકિસ્તાનનાં ત્રણ યુદ્ધ જહાજો ડૂબાડી દીધાં. તેના સેંકડો નૌસૈનિકોને ઠાર માર્યા. ભારતીય નૌસેનાએ પહેલીવાર જહાજ પર એન્ટિશિપ મિસાઈલ થી હુમલો કર્યો. પાકિસ્તાનનાં સંખ્યાબંધ જહાજો અને ઓઇલ ટેન્કરોના કૂરચા ઉડાવી દીધા. કરાંચીમાં હાર્બર ફ્યુલ સ્ટોરેજ તબાહ થઈ ગયું. 60 કિલોમીટર દૂરથી દેખાય એવી આગની જ્વાળાઓ સાત સાત દિવસ સુધી ભડકતી રહી. પાકિસ્તાનની કમર તૂટી ગઈ. તે દરિયાઈ રસ્તે પૂર્વ પાકિસ્તાનને કશી જ મદદ ન કરી શક્યું. પાકિસ્તાનને કારમો પરાજય મળ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી નૌસેના ક્ષેત્રે વિશ્વે નોંધ લીધી છે તેવી આ સફળ કાર્યવાહી હતી.   ભારતમાં 'રોયલ ઇન્ડિયન નેવી' દ્વારા લોકોને નેવી વિશે જાગૃતિ માટે 21 ઑક્ટોબર, 1944 ના રોજ પહેલીવાર અને તે પછી 1945 થી 1971 સુધી પહેલી ડિસેમ્બરે નેવી ડે ઉજવાતો, પણ પાકિસ્તાન સામેના ભારતના આ ભવ્ય વિજયમાં 'ઓપરેશન ટ્રાઈડેન્ટ' ની ઉપલબ્ધિઓનું જશ્ન મનાવવા તથા નૌકાદળની સિદ્ધિઓને સલામ કરવા તેમજ યુદ્ધમાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા બહાદુર સૈનિકોને સન્માન આપવા 1972 થી દર વર્ષે 4 ડિસેમ્બરે 'નૌસેના દિવસ' ઉજવવામાં આવે છે. આ ઉજવણી એક સપ્તાહથી પણ લાંબી ચાલે છે. જેમાં માર્શલ ધૂન, નેવી બેન્ડ કૉન્સર્ટ, હાફ મેરેથોન, બિટિંગ રિટ્રીટ સેરેમની જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. શાળાઓમાં પણ અનુશાસન શીખવવા તથા વિદ્યાર્થીઓમાં હિંમત જગાડી સશસ્ત્ર દળોમાં જોડાવાની પ્રેરણા મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.   આજે ભારતીય નૌકાદળની તાકાત વિશ્વ વિખ્યાત છે, તે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ દુશ્મનોનો સામનો કરવા ખડે પગે તૈયાર છે. આજે નૌસેનામાં મહિલાઓની ભરતી શરૂ થઈ છે. આપણા સ્વદેશી ઉત્પાદનથી નૌકાદળને આત્મનિર્ભર બનાવવાનો પણ આરંભ થઈ ચૂક્યો છે.

04th December

Read more
ભારતીય નૌસેના દિન
04th December
ભારતીય સેનાના મુખ્ય ત્રણ વિભાગો છે. (1) ભૂમિદળ (2) હવાઈદળ અને (3) નૌકાદળ.   આજના ભારતીય નૌકાદળની સ્થાપના છેક અંગ્રેજી શાસન વખતે 1612 માં સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન'ના નામે કરી હતી. તે પછી તેને1638 માં 'બોમ્બે મરીન', 1830 માં 'હર મેજેસ્ટીઝ ઇન્ડિયન નેવી', 1892 માં 'રોયલ ઇન્ડિયન મરીન' અને 1934 માં 'રોયલ ઇન્ડિયન નેવી' એવાં નામો અપાતાં રહ્યાં. આઝાદી પછી 26...
Read more
સશસ્ત્ર સેના ધ્વજ દિન
સશસ્ત્ર સેના ધ્વજ દિન

દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બર ના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતા અને પોતાનું જીવન ન્યૌછાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે. વર્ષોથી, આ દિવસને ભારતના સૈનિકોના સન્માન તરીકે મનાવવાની પરંપરા બની ગઈ છે.   ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ, સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ. 28 ઑગસ્ટ, 1949ના રોજ સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) અથવા ભારતીય સૈન્ય ધ્વજ દિન મનાવવાનું નક્કી કર્યું. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણી માટેનો અન્ય એક હેતુ હતો. આ ધ્વજ યુનાઇટેડ કિંગડમ ના સંરક્ષણ મંત્રાલય જેવો જ છે, જેનો સૌપ્રથમ ઉપયોગ 1956 માં સાથી કોમનવેલ્થ સભ્યો સાયપ્રસ, ભારત, કેન્યા અને નાઇજીરીયા દ્વારા કરવામાં આવ્યો હતો.   ભારતીય સૈન્ય ધ્વજ દિન અથવા સશસ્ત્ર સેના ધ્વજ દિન મુખ્યત્વે ત્રણ મૂળભૂત હેતુઓ પૂરા કરવા માટે મનાવવામાં આવે છે : (1) યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિનું પુનર્વસન  (2) દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ (3) ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ.   આ દિવસે ભારતીય ધ્વજ, બેઝ, સ્ટીકરો અને અન્ય વસ્તુઓના વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કરીને સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને શહીદ સૈનિકોના પરિવારને સહાયરૂપ થવામાં આવે છે. આ દિવસ ભારતીય નાગરિકો માટે ભારતના લશ્કરી કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રશંસા વ્યક્ત કરવાનો અને દેશની સેવામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાનો પ્રસંગ છે.   સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) પર ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો, ભારતીય ભૂમિસેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના કર્મચારીઓના પ્રયાસોને સામાન્ય જનતાને દર્શાવવા માટે વિવિધ પ્રકારના શો, કાર્નિવલ, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરે છે. કેન્દ્રિય સૈનિક બોર્ડ કે જે સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ છે, તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ એકત્ર કરી તેનું સંચાલન કરવામાં આવે છે. આ દિવસે લોકો શહીદો, ભારતના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકોનું સ્મરણ કરી યથાયોગ્ય અનુદાન અર્પણ કરે છે.

07th December

Read more
સશસ્ત્ર સેના ધ્વજ દિન
07th December
દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બર ના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતા અને પોતાનું જીવન ન્યૌછાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે. વર્ષોથી, આ દિવસને ભારતના સૈનિકોના સન્માન તરીકે મનાવવાની પરંપરા બની ગઈ છે.   ભારતે સ્વતંત્રતા...
Read more
વિશ્વ માનવ અધિકાર દિન
વિશ્વ માનવ અધિકાર દિન

સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક માનવીને જન્મની સાથે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા અધિકારોને માનવ અધિકાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ અધિકાર એટલે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત હોય. બીજા વિશ્વયુદ્ધ બાદ 10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી અને તેથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10મી ડિસમ્બર ના રોજ વિશ્વ માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિન લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.   બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં અમાનવીય અત્યાચારોની પરાકાષ્ટા જોવા મળી. લાખો નિર્દોષ લોકોએ ધૃણાના કારણે અમાનવીય ત્રાસ સહન કર્યો, જેમાંથી વિશ્વ દાયકાઓ સુધી બહાર નીકળી શક્યું નહીં. તેથી જ યુનાઈટેડ નેશન્સે માનવાધિકાર માટે એક ડિકલેરેશન લેટર બહાર પાડ્યો. જેથી વિશ્વ માનવતાના રક્ષણની ખાતરી કરી શકે. માનવ અધિકારો મનુષ્યનું 'મનુષ્ય' તરીકેનું ગૌરવ જાળવી રાખવાના શુદ્ધ હેતુથી ઘોષિત કરાયા છે. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા 500 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને પ્રાપ્ત થાય તે જરૂરી છે. ઉપરાંત તેનો સર્વાગી વિકાસ સાધી શકે અને સામાજિક વાતાવરણ મળી રહે એનો સ્વીકાર કરીને તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે, જેનાથી જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા શોષિત કરી શકાય નહીં. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણના અધિકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે. આ માનવ અધિકારો ભારતીય બંધારણના ભાગ-3માં મૂળભૂત અધિકારોના નામે છે. અને જેઓ આ અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેમને કોર્ટ દ્વારા સજા કરવામાં આવે છે. ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર, 1993 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર, 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ' ની રચના કરવામાં આવી હતી.   માનવ અધિકાર દિવસ લોકોમાં સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. જેથી દરેક વ્યક્તિની સુખ-સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય. આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વના દેશોને તમામ લોકો માટે સમાન તકો આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ દિવસે વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી લોકો માનવ અધિકારો પ્રત્યે જાગૃત થાય. આપણે આપણા અને બીજાના માનવ અધિકાર પ્રત્યે જાગૃત થઈએ અને તેનું રક્ષણ કરીએ.

10th December

Read more
વિશ્વ માનવ અધિકાર દિન
10th December
સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક માનવીને જન્મની સાથે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા અધિકારોને માનવ અધિકાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ અધિકાર એટલે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત હોય. બીજા વિશ્વયુદ્ધ બાદ 10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી અને તેથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10મી ડિસમ્બર ના રોજ વિશ્વ માનવ અધિકાર દિન ઉજવવામાં...
Read more
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન

વિશ્વની અર્થવ્યવસ્થા ચલાવવા ઊર્જા ખૂબ જ મહત્વ પૂર્ણ માધ્યમ છે. વિવિધ ઉદ્યોગો, ફેક્ટરીઓ અને ગેજેટ્સ ચલાવવા ઊર્જાની ડગલે ને પગલે જરૂર પડે છે. સંસ્કૃતિના વિકાસની સાથે ઊર્જાનું મહત્વ માનવજાતે સમજ્યું છે. તેથી જ વિશ્વના પ્રાચીનતમ સાહિત્ય તેવા ઋગ્વેદનો પ્રારંભ ‘ૐ અગ્નિમિળે પુરોહિતમ્' મંત્રથી થાય છે. ઊર્જા વગરનું જીવન કલ્પી પણ ન શકાય એટલી હદે આપણે વિવિધ ઊર્જાસ્રોતો પર અવલંબિત છીએ. વિશ્વની અર્થવ્યવસ્થા દર વર્ષે વૃદ્ધિ પામી રહી છે. તેની સાથે ઊર્જાની માંગ પણ વધી રહી છે, જ્યારે તેની સામે ઊર્જાના અમુક સ્રોતો પુનઃઅપ્રાપ્ય અને ખૂબ જ મર્યાદિત જથ્થામાં છે. આવા સમયે આવા સ્રોતોનો જંગી વપરાશ તથા તેનો ઝડપથી ઘટી રહેલો જથ્થો જોતાં આગામી સમય માટે ઊર્જા સંરક્ષણ ખૂબ જરૂરી બન્યું છે.   દેશમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા દેશના નાગરિકો ઊર્જા સંરક્ષણમાં સક્રિય ભાગ લે એ જરૂરી છે. પુનઃ અપ્રાપ્ય ઊર્જાસ્રોતોનો વપરાશ ઘટાડી લોકો પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્રોતોનો વધુ ઉપયોગ કરવા પ્રેરાય તે માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 14મી ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન ની ઉજવણી કરવામાં આવે છે.   ભારતમાં બ્યૂરો ઓફ એનર્જી એફિસિએન્સી (BEE) દ્વારા 2001 માં ઊર્જા સંરક્ષણ કાયદો ઘડવામાં આવ્યો હતો. BEE એક વૈધાનિક સંસ્થા છે. જે ઊર્જા વપરાશ ઘટાડવા માટે નીતિઓ અને યોજનાઓ વિકસાવવામાં મદદ કરે છે.   આ દિવસનો મુખ્ય સંદેશ એ છે કે પુનઃ પ્રાપ્યનો ઉપયોગ વધારી પુનઃઅપ્રાપ્ય ઊર્જાસ્રોતોનું જતન કરવું જોઈએ.

14th December

Read more
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન
14th December
વિશ્વની અર્થવ્યવસ્થા ચલાવવા ઊર્જા ખૂબ જ મહત્વ પૂર્ણ માધ્યમ છે. વિવિધ ઉદ્યોગો, ફેક્ટરીઓ અને ગેજેટ્સ ચલાવવા ઊર્જાની ડગલે ને પગલે જરૂર પડે છે. સંસ્કૃતિના વિકાસની સાથે ઊર્જાનું મહત્વ માનવજાતે સમજ્યું છે. તેથી જ વિશ્વના પ્રાચીનતમ સાહિત્ય તેવા ઋગ્વેદનો પ્રારંભ ‘ૐ અગ્નિમિળે પુરોહિતમ્' મંત્રથી થાય છે. ઊર્જા વગરનું જીવન કલ્પી પણ ન શકાય એટલી હદે આપણે વિવિધ ઊર્જાસ્રોતો પર અવલંબિત છીએ. વિશ્વની અર્થવ્યવસ્થા દર વર્ષે વૃદ્ધિ પામી રહી છે. તેની સાથે ઊર્જાની માંગ પણ વધી રહી છે, જ્યારે તેની સામે ઊર્જાના અમુક સ્રોતો પુનઃઅપ્રાપ્ય અને ખૂબ જ મર્યાદિત જથ્થામાં છે. આવા સમયે...
Read more
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)

શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ મહાન ગણિતશાસ્ત્રીને સન્માન આપવા 'રાષ્ટ્રીય ગણિત દિન' ઉજવવામાં આવે છે.   શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ચેન્નઈથી 400 કિમી દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર અને માતા કોમલ તમ્મલ. તેમને બાળપણથી ગણિતનો શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા. 1904 માં ગણિતમાં વિશેષ યોગદાન બદલ તેમને 'રંગનાથ રાવ' પુરસ્કાર મળ્યો.   તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે મિત્રો પાસેથી પુસ્તકો ઉછીનાં લઈને વાંચતા હતા. પોતાની નાણાકીય જરૂરિયાતો માટે મદ્રાસ ટ્રસ્ટ પોર્ટ ની ઓફિસમાં તેમણે ક્લાર્ક તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેઓ ફુરસદના સમયમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા. ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલો શોધ્યા હતા. રામાનુજનની વૈશ્વિક પ્રતિભાની ઓળખ કરાવવામાં અંગ્રેજ પ્રો. હાર્ડી નો મોટો ફાળો હતો. રામાનુજનથી પ્રભાવિત થઈને બ્રિટનની રોયલ સોસાયટી એ તેમને વર્ષ 1918 માં ફેલોશિપ આપી. રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. નંબર થિયરી પરના તેમના અદ્દભુત કાર્યને કારણે, તેમને 'સંખ્યાના જાદુગર' કહેવામાં આવે છે. રામાનુજન હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પ્રો. હાર્ડી તેમને મળવા ગયા. વાતવાતમાં તેમણે કહ્યું, 'હું જે વાહનમાં આવ્યો તેનો નંબર 1729 હતો. બીમારીની કહ્યું, 'અરે! બહુ સરસ નંબર છે. એક માત્ર આંકડો જે બે રીતે બે અલગ અલગ સંખ્યાના ઘનનો સરવાળો છે.   (10×10×10) + (9×9×9)=1729 અને (12×12×12) (1×1×1)=1729 ત્યારથી આ નંબર ગણિતમાં રસ ધરાવનારા માટે અગત્યનો બની ગયો.   રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત, અપૂર્ણાંકો, પ્રમેયો, વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતાં. જ્યારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનનાં જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામાનુજને કોઈ મદદ વિના હજારો ગાણિતિક પરિણામોનાં સૂત્રોને સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણાં મૌલિક હતાં, જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hyper geometric series and Jeta Functionના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. મૃત્યુ પહેલાં પણ માંદગી હોવા છતાં તેઓ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. તે સમયે તેમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. તેમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebook ને નામે કરવામાં આવ્યું છે. તેમણે રજૂ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં 100 વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે. 26 એપ્રિલ, 1920 ના રોજ માત્ર 33 વર્ષ ની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.   આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને તેમનામાં સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ-પ્રશિક્ષણ સામગ્રી (TLM) ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરવામાં આવે છે.

22nd December

Read more
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)
22nd December
શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ...
Read more
રાષ્ટ્રીય ખેડૂત દિન
રાષ્ટ્રીય ખેડૂત દિન

દર વર્ષે 23 ડિસેમ્બર ના રોજ આપણાં દેશમાં 'રાષ્ટ્રીય ખેડૂત દિન' (National Farmers Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જયંતી છે. 2001 માં કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 23 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ખેડૂત દિન' ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૌધરી ચરણસિંહનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' તરીકે ઓળખાય છે.   'રાષ્ટ્રીય ખેડૂત દિન' મહત્વપૂર્ણ છે કારણ કે, આ દિવસ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. આ દિવસ લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દા અંગે જાગૃત કરવાનું કામ કરે છે. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુરશાસ્ત્રીએ "જય જવાન જય કિસાન" નારો આપ્યો હતો.   ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો જ છે. દેશમાં આ પ્રસંગે ખેડૂત જાગૃતિથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે. આ દિવસને ઉજવવા પાછળનો એક બીજો ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. એ જાણવું જરૂરી છે કે, આપણે ખોરાક વગર જીવી ન શકીએ અને મોટાભાગનો ખોરાક ખેડૂતોએ ઉગાડેલાં અનાજ, કઠોળ, ફળ અને શાકભાજી માંથી જ મેળવીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરીને જે ઉગાડે છે તેનાથી જ આપણું પેટ ભરાય છે. ખેડૂતો ના હોય તો આપણું અસ્તિત્વ જ ના રહે. વિભિન્ન દેશોમાં ખેડૂત દિવસ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે.   વર્તમાન સમયમાં જગતના તાતને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કરવાની ખૂબ આવશ્યકતા છે. જેથી કરીને તે પોતાના ઉત્પાદનોને શુદ્ધ અને સાત્વિક બનાવી શકે અને તેની સારી કિંમત ઉપજાવી શકે. સાંપ્રત સમયમાં ખેડૂતને કુદરતી ખાતરનો ઉપયોગ કરવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા ઉત્તેજન આપીએ. ઉપરાંત, સજીવ ખેતી જેવી પદ્ધતિઓ અંગે જાગૃત કરીએ, જેથી દેશ હરિયાળી ક્રાંતિ લાવવા સક્ષમ બને. સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માનનિધિ યોજના, પીએમ કુસુમ યોજના જેવી કેટલીય ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરી છે જેનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે.   ભારત મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ છે. દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં કૃષિ ઉત્પાદનનો ફાળો 14 થી 15 ટકા જેટલો હોય છે. આમ, ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ' દેશની સમૃદ્ધિમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

23rd December

Read more
રાષ્ટ્રીય ખેડૂત દિન
23rd December
દર વર્ષે 23 ડિસેમ્બર ના રોજ આપણાં દેશમાં 'રાષ્ટ્રીય ખેડૂત દિન' (National Farmers Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જયંતી છે. 2001 માં કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 23 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ખેડૂત દિન' ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૌધરી ચરણસિંહનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' તરીકે ઓળખાય છે.   'રાષ્ટ્રીય ખેડૂત દિન' મહત્વપૂર્ણ છે કારણ કે, આ દિવસ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. આ દિવસ લોકોને ખેડૂતોની સામે આવનારા...
Read more
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન

ભારત દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગ્રાહક દિન' અધિકાર ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના દરેક ગ્રાહક તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તે છે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન લોકોને ગ્રાહક અધિકાર ઝુંબેશના મહત્વ વિશે વધુ જાગૃત કરવાની અને દરેક ઉપભોક્તાને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે વધુ સજાગ બનવાની તક પૂરી પાડે છે. સૌ પ્રથમ 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' વર્ષ 2000 માં ઉજવવામાં આવ્યો હતો.   સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમની 16 એપ્રિલ, 1985 ની સભામાં 'યુનાઈટેડ નેશન્સ ગાઈડલાઈન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન'ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો ઘોષિત કર્યા. તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી. ભારતીય સંસદે 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ - 1986' ઘડી કાઢ્યો હતો. જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર, 1986 ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી. ત્યારથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1988 ના રોજ 'ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો - 1988' અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષા માટેની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2000 માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની જરૂરિયાત આજે પણ જણાય છે.   ગ્રાહક કોણ છે ? ગ્રાહક તે છે, જે વસ્તુઓ અથવા સેવાઓ ખરીદે છે અને તેના બદલામાં ચૂકવણી કરે છે.   ગ્રાહકોના અધિકારો : કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકારો આપવામાં આવ્યા છે. (1) સલામતીનો અધિકાર (2) માહિતી મેળવવાનો અધિકાર (3) પસંદગી કરવાનો અધિકાર (4) રજૂઆત કરવાનો અધિકાર (5) ફરિયાદ નિવારણનો અધિકાર (6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર   ગ્રાહકોની ફરજો : ગ્રાહકોની મુખ્ય ફરજો નીચે મુજબ છે. (1) ગ્રાહકોએ ખરીદી વખતે ચીજવસ્તુઓ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. BIS, ISI કે 'એગમાર્ક' જેવા ગુણવત્તાનાં માનકચિહ્નોવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. (2) ખરીદી સમયે વસ્તુ વિશેની તમામ માહિતીચકાસી ને જ ખરીદી કરવી જોઈએ. (૩) ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. (4) ગ્રાહકે ખરીદેલા માલનું કે સેવાનું પાકું બીલ તેમજ નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. (5) ગ્રાહકોએ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને ‘સ્વૈચ્છિક ગ્રાહક મંડળો' કે 'સંગઠનો' રચવાં જોઈએ. તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. (6) ગ્રાહકોએ સાચી ફરિયાદ બાબતે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં રજૂઆત કે ફરિયાદ આપવી જોઈએ. ખરીદેલી વસ્તુ બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. (7) ખરીદી વખતે વજનનાં માપિયાં, વજનકાંટો, તોલમાપનાં સાધનો બરાબર છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.   ફરિયાદ નિવારણના ઉપાયો: ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે થયેલી ફરિયાદ નિવારણના ઉપાયો ચાર પ્રકારે હાથ ધરવામાં આવે છે. જે નીચે મુજબ છે. 1) ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારા 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ'ની રચના કરી છે. તે જ રીતે રાજ્યકક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશન હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો અને ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે. જે નીચે મુજબ છે. (A) જિલ્લા મંચ (જિલ્લા ફોરમ) (B) રાજ્ય કમિશન ( રાજ્ય ફોરમ) (C) રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ)   2) ગ્રાહક મંડળો (ગ્રાહક સુરક્ષા પરિષદો)   3) જાહેર વિતરણ પ્રણાલી   4) તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર કોઈપણ ગ્રાહક ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા, કાયદા અંગે વિશેષ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ગુજરાત રાજ્યના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-114000 પર સંપર્ક કરી શકે છે.   જાગો ગ્રાહક જાગો ઝુંબેશ. માણસ જન્મતાંની સાથે એક ગ્રાહક બની જાય છે. રોજ સવાર પડતાંની સાથે આપણે આપણા ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. ગ્રાહક સુરક્ષા બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ જાગો ગ્રાહક જાગો પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે સરકારે ગ્રાહક માહિતી અને શિક્ષણ માટે પ્રિન્ટ મીડિયા જાહેરાતો, ઑડિયો ઝુંબેશ અને વીડિયો ઝુંબેશ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.

24th December

Read more
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
24th December
ભારત દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગ્રાહક દિન' અધિકાર ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના દરેક ગ્રાહક તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તે છે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન લોકોને ગ્રાહક અધિકાર ઝુંબેશના મહત્વ વિશે વધુ જાગૃત કરવાની અને દરેક ઉપભોક્તાને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે વધુ સજાગ બનવાની તક પૂરી પાડે છે. સૌ પ્રથમ 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' વર્ષ 2000 માં ઉજવવામાં આવ્યો હતો.   સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમની 16 એપ્રિલ, 1985
Read more
નાતાલ
નાતાલ

 "જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે...' નાતાલના દિવસોમાં, આ ધૂન બજારો અને ઘરોમાં સંભળાય છે.   ખ્રિસ્તીઓનું મોટામાં મોટું પર્વ નાતાલ 25 ડિસેમ્બર ના રોજ આવે છે. નાતાલ પ્રેમ, આનંદ, પ્રકાશ અને શાંતિનું પર્વ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુનો જન્મદિવસ એટલે નાતાલ. નાતાલને Xmas તરીકે પણ ઓળખવામાં આવે છે. 'X' એ પ્રાચીન ગ્રીક અક્ષર પરથી ઉતરી આવ્યો છે. જે ગ્રીક શબ્દ ક્રિસ્ટોસ નો પ્રથમ અક્ષર છે.   નાતાલ પર્વના ચાર અઠવાડિયા પહેલાંનો સમય 'આગમન ઋતુ' તરીકે ઓળખાય છે. આગમન ઋતુ એટલે પ્રભુના આગમનની તૈયારી કરવાનો સમય. આશા, આનંદ, પ્રેમ અને શાંતિ એવા હેતુઓની પ્રાર્થના કરીને પ્રભુ ઇસુના આગમનની તૈયારી કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનાની 25મી તારીખે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર ઇસુના જન્મ માટે ઈશ્વરે માતા તરીકે મરિયમ અને પિતા તરીકે જોસેફને પસંદ કર્યા હતાં. પવિત્ર આત્માના પ્રભાવે મરિયમને ગર્ભ રહ્યો. એ સમયે રોમન બાદશાહ અગસ્તસ દ્વારા આખા રોમન સામ્રાજ્યની વસતી ગણતરી કરવાનું ફરમાન બહાર પાડવામાં આવેલું. સૌને પોતપોતાના વતનમાં નામ નોંધાવવા જવાનું ફરમાન હતું. ઇસુના પિતા જોસેફ અને માતા મરિયમ નામ નોંધાવવા પોતાના વતન બેથલેહેમ જવા રવાના થયાં. આ સમયે મરિયમના ઉદરમાં ઈશ્વરપુત્ર માનવ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. તેમનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો હતો અને બેથલેહેમમાં તેમને ઉતારા માટે જગ્યા મળતી ન હતી. આખરે બેથલેહેમ ગામની બહાર પશુઓને રાખવાની એક ગમાણમાં જગ્યા મળે છે અને ત્યાં મધરાતે ઇસુનો જન્મ થાય છે.   પરંપરાગત રીતે નાતાલ પર્વની ઉજવણીમાં ગભાણ, ક્રિસમસ ટ્રી, તારો, સાન્તાક્લોઝ, ક્રિસમસ કૅરોલ્સ -નાતાલ ગીતો, ક્રિસમસ કેક સૌને જોવા મળે છે. ગભાણ એ પ્રભુ ઈસુના જન્મસ્થળનું પ્રતીક છે. નાતાલ તહેવાર નિમિત્તે ચર્ચમાં અને સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પોતાના ઘરે ઈસુના જન્મનું દૃશ્ય ગભાણ બનાવે છે. ક્રિસમસ ટ્રી શણગારે છે અને સ્ટાર લગાડે છે. ઈસુના જન્મ સમયે એક તારો પ્રગટ્યો હતો, જે મુક્તિદાતાના જન્મની એંધાણી દર્શાવતો હતો. આ તારો નિહાળીને ઇસુના દર્શને પૂર્વના પુરોહિતો આવ્યા હતા. સેન્ટ નિકોલસ એ 'સાન્તાક્લોઝ' તરીકે ઓળખાયા, જે બાળકોને નાતાલના તહેવાર નિમિત્તે ભેટ આપતા હતા. પશ્ચિમના દેશોમાં અત્યારે પણ માતાપિતા બાળકોને સાન્તાક્લોઝના થેલામાં ભેટ મૂકીને આપે છે. આ દિવસે ખ્રિસ્તીઓ ક્રિસમસ કૅરોલ્સ એટલે નાતાલ ગીતો ગાઇને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.   પહેલાંના સમયમાં ક્રિસમસના દિવસે લોકો ઉપવાસ કરતા હતા અને સાંજે ખીર ખાઈને ઉપવાસ છોડતા હતા. 16મી સદીમાં પ્લમની ખીરમાં ઘઉંનો લોટ, બટર, વગેરે મિશ્રણ કરીને વાનગી બનાવવાની શરૂઆત થઈ. સમય જતાં આ સ્વરૂપ કેકમાં ફેરવાઈ ગયું અને આજે નાતાલ પર્વની ઉજવણી પ્લમ કેક વગર અધૂરી ગણાય છે. 24મીની રાત્રે અને 25મી તારીખે ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના બાદ સૌ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવે છે. નવાં કપડાં, મીઠાઈ અને ક્રિસમસ કેક ખાઈ સૌ નાતાલ પર્વનો આનંદ માણે છે. નાતાલ તહેવાર 25 તારીખ થી લઈને 31 ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે.

25th December

Read more
નાતાલ
25th December
 "જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે...' નાતાલના દિવસોમાં, આ ધૂન બજારો અને ઘરોમાં સંભળાય છે.   ખ્રિસ્તીઓનું મોટામાં મોટું પર્વ નાતાલ 25 ડિસેમ્બર ના રોજ આવે છે. નાતાલ પ્રેમ, આનંદ, પ્રકાશ અને શાંતિનું પર્વ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુનો જન્મદિવસ એટલે નાતાલ. નાતાલને Xmas તરીકે પણ ઓળખવામાં આવે છે. 'X' એ પ્રાચીન ગ્રીક અક્ષર પરથી ઉતરી આવ્યો છે. જે ગ્રીક શબ્દ ક્રિસ્ટોસ નો પ્રથમ અક્ષર છે.   નાતાલ પર્વના ચાર અઠવાડિયા પહેલાંનો સમય 'આગમન ઋતુ' તરીકે...
Read more