ઈદ એટલે ખુશી અથવા આનંદનો દિવસ પોતાની અત્યંત પ્રિય વ્યક્તિની ઈશ્વરને કુરબાની આપતા હોય તે ભાવનાથી મુસ્લિમો આ દિવસે પ્રાણીની કુરબાની આપે છે. તેની પાછળ, કૌટુંબિક મોહ ત્યજી શુદ્ધ ઈશ્વરભક્તિ કરવાની ભાવના કેળવવાનો ઉદ્દેશ રહેલો છે. ઈશ્વરભક્તિ અને કૌટુંબિક મોહ એ બે વચ્ચે પરાપૂર્વથી યુદ્ધ ચાલતું આવ્યું છે. ધર્મપાલનને અર્થે કૌટુંબિક મોહનો નાશ કરનાર ઘણા સંતો-ભક્તોના દ્રષ્ટાંતો છે.
અત્યંત પ્રાચીન ગણાતા આ તહેવારની પાછળ કુરબાનીની જે કથા છે તે આ તહેવારનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. ઈશ્વરનિષ્ઠ ઇબ્રાહિમને પોતાના બે પુત્રો પૈકી નાના પુત્ર ઇસ્માઈલ પર અત્યંત વહાલ હતું. તેથી શૈતાને ઈશ્વરને ફરિયાદ કરીને ઇબ્રાહીમની...