તિલક વર્માએ વિવાદિત રનઆઉટ અંગે મૌન તોડ્યું
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 મેચમાં તિલક વર્મા રનઆઉટ થતાં ચર્ચા જગાવી હતી. તિલક વર્માએ ચોથી T20 મેચ પહેલાં આ ઘટના પર નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, 'અક્ષર અને મને બંનેને લાગ્યું હતું કે બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો છે, તેથી હું ધીમે ચાલી રહ્યો હતો.' જોકે, બોલ બાઉન્ડ્રી સુધી પહોંચ્યો નહોતો અને તેઓ રનઆઉટ થયા. ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે તેમ તેમણે ઉમેર્યું.
