સૂર્યકુમાર યાદવે દુબઈમાં શા માટે ખરીદ્યું નવું ઘર?
ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં પોતાનું પ્રથમ ઘર ખરીદ્યું છે, જેની પુષ્ટિ તેમણે ઈન્સ્ટાગ્રામ દ્વારા કરી છે. તેમણે ડેન્યુબ પ્રોપર્ટીઝ પાસેથી આ ઘર ખરીદ્યું છે, જે શાહરુખ ખાનની બિલ્ડિંગ પાસે આવેલું છે. સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે 2014માં IPL રમવા પહેલીવાર દુબઈ આવ્યા બાદ તેમને આ શહેર ગમ્યું અને ત્યાંનું લક્ઝરી જીવન તથા સુરક્ષા તેમને આકર્ષ્યા.
