વલ્લભીપુર નજીક આઇશર સાથે બાઇકની ટક્કર
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ પાસે હાઇવે પર રોડ પર ઉભેલી આઇશર ટ્રક સાથે મોટરસાઇકલ અથડાતાં મથાવડા ગામના બે યુવાનો, કિરણભાઈ સોલંકી અને અરુણભાઈ બારૈયાના કરૂણ મોત નીપજ્યા છે. બંને યુવાનો સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યા હતા. પોલીસે આઇશર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
