સૂર્યનું મંગળના ચિત્રા નક્ષત્રમાં ગોચર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 ઓક્ટોબરથી સૂર્યદેવ મંગળના સ્વામીત્ત્વવાળા ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર આગામી 14 દિવસ, એટલે કે 24 ઓક્ટોબર સુધી, 5 રાશિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન મેષ, કર્ક, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોના આત્મવિશ્વાસ, કારકિર્દી, ધંધા અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ સફળતા મળવાની સંભાવના છે.
