નવરાત્રિ દરમિયાન રસોડામાં આ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ અને આર્થિક તંગી નોતરાશે
શારદિય નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે અને આર્થિક સુખ-સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં તૂટેલા વાસણો, સાવરણી, પ્લાસ્ટિક કન્ટેનર, દવાઓ અને અરીસો રાખવા જોઈએ નહીં. આ વસ્તુઓ નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને ઘરની આર્થિક સ્થિતિ બગાડી શકે છે.
