AC ચલાવતી વખતે આ ફિચરનો યુઝ કરો, રૂમ એકદમ ઠંડો રહેશે અને લાઈટ બીલ આવશે સાવ ઓછું !
Published on: 15th June, 2025
આ દિવસોમાં પણ ACની જરૂરિયાત વધી જાય છે. પરંતુ, સાથે જ લાઇટ બિલનો માર પણ સહન કરવું પડે છે, જે ઘણી વખત ખિસ્સા પર ભાર પડે છે. જો તમે પણ ઈચ્છો છો કે AC ની ઠંડકનો આનંદ માણો અને વીજળીનું બિલ પણ ઓછું આવે, તો AC માં જ રહેલા આ ફીચરનો ઉપયોગ કરો, જેનાથી વીજળીના બિલને અડધું કરી શકો છો
ACની નિયમિત સર્વિસિંગ કરાવવી ખૂબ જ જરૂરી છે. ગંદા ફિલ્ટર અને કોઇલ ACની કૂલિંગ ક્ષમતા ઘટાડે છે, જેના કારણે કમ્પ્રેસરને વધુ કામ કરવું પડે છે અને વીજળી વધુ વપરાય છે. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર સર્વિસિંગ જરૂર કરાવવી. AC ને હંમેશા 24-26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરો. દરેક ડિગ્રી તાપમાન ઘટાડવાથી વીજળીની ખપત 6% સુધી વધી જાય છે. 24 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન આરામદાયક પણ હોય છે અને વીજળી પણ બચાવે છે.જ્યારે પણ AC ચલાવો ત્યારે રૂમની બધી બારીઓ અને દરવાજા સારી રીતે બંધ કરી દો. પડદાનો ઉપયોગ કરો જેથી સૂર્યનો સીધો પ્રકાશ રૂમમાં ન આવે. તમે રાત્રે સૂતા પહેલા ટાઈમર સેટ કરી શકો છો જેથી થોડા કલાકો પછી AC આપમેળે બંધ થઈ જાય. આથી, તમે જરૂરથી વધુ સમય સુધી AC ચલાવવાથી બચશો અને વીજળી બચશે