LRD પરીક્ષા માટે GSRTC ની ખાસ વ્યવસ્થાએ extra બસો ચલાવાશે, 2.48 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહેશે
Published on: 10th June, 2025
15 જૂનનની LRD પરીક્ષા માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેસન (GSRTC) દ્વારા રાજ્યના 7 મુખ્ય શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ચોક્કસ કરવામાં આવ્યા છે: અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ ,ગાંધીનગર,આણંદ અને ભાવનગર . અંદાજીત 2.48 લાખ ઉમેદવારો હાજર રહેશે. એમને સરળ મુસાફરી માટે GSRTC 14 અને 15 જૂનના રોજ વિવિધ જીલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્ર નજીકના ડેપોમાં એક્સ્ટ્રા બસો ચલાવશે. આ વ્યવસ્થા ઉમેદવારોની સુવિધા અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ માટે ખાસ કરાઈ છે.