દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી
Published on: 13th July, 2025
ભારતીય બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે. આ સભ્યો કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે ચૂંટાય છે. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી છે જેમા ઉજ્જવલ નિકમ (26/11 મુંબઈ હુમલા સહિત ઘણા હાઈ-પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ), સી. સદાનંદન માસ્ટર (કેરળના વરિષ્ઠ સમાજસેવક અને શિક્ષણવિદ), હર્ષવર્ધન શ્રૃંગલા (ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ), મીનાક્ષી જૈન (ઇતિહાસકાર અને શિક્ષણવિદ) નો સમાવેશ થાય છે.