પાટણમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ:વિઝા વગર ભારતમાં પ્રવેશ કરી મજૂરી કરતી મહિલાઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી
Published on: 14th June, 2025
પાટણ એસઓજી શાખાએ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ તસ્કુરાનાખાતુન (31), પોલીબેગમ (40) અને સામસુન્નાહાર (35)ની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક વી.કે.નાયકના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર જવાહરજી સોલંકીની ટીમે આ કાર્યવાહી કરી. તમામ પાસે પાસપોર્ટ કે વિઝા નથી. તસ્કુરાનાખાતુન જાન્યુઆરી 2024માં સુનાબેરી બોર્ડરથી, પોલીબેગમ પાંચ વર્ષ પહેલા બેનાફુલ બોર્ડરથી, અને સામસુન્નાહાર 10 માર્ચ 2024એ બેનાફુલ બોર્ડરથી ભારતમાં પ્રવેસ્યા હતા. ત્રણેયમહિલાઓ મજૂરી માટે પાટણ પહોંચ્યા હતા. પોલીસએ ફોરેનર્સ એક્ટ, 1946 હેઠળ કાર્યવાહી શરૂ કરી, જે રાજ્ય સરકારની ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધ ઝુંબેશનો હિસ્સો છે.