Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
Trending icon દેશ icon દુનિયા icon રાજકારણ icon હવામાન icon પર્સનલ ફાઇનાન્સ icon ધર્મ icon મારું ગુજરાત icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon IPL 2026 icon Crime icon રમત-જગત icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon જ્યોતિષ
ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ IPS ને ભાજપમાં જોડાયા 3 કલાકમાં જ જિલ્લા પંચાયતની ટિકિટ મળી.

Published on: 09th April, 2026

પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.

પુંડુચેરી ભારતનો એક અત્યંત વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે કોઈ એક સળંગ જમીન પર નહીં પરંતુ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર અલગ-અલગ જિલ્લાઓનો બનેલો છે. ભારતનો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરી પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર જિલ્લાઓ-પુંડુચેરી, કરાઈકલ (તમિલનાડુ), યનમ (આંધ્રપ્રદેશ) અને માહે (કેરળ)નો બનેલો છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે એકબીજાથી સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં અને જમીન માર્ગે જોડાયેલા ન હોવા છતાં, વહીવટી રીતે એક જ એકમ ગણાય છે. આ અનોખી ગોઠવણી તેને ભારતના નકશા પર ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ બનાવે છે.

ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?

ભારતીયો INDmoney, Vested, Groww અથવા HDFC Securities જેવા પ્લેટફોર્મ દ્વારા સીધું યુએસ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. બ્રોકરેજ ઓછું હોય છે. જોકે, રોકાણ પર ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. નવા નિયમો મુજબ LRS (Liberalised Remittance Scheme) હેઠળ ₹7 લાખથી વધુના રેમિટન્સ પર 20% TCS (Tax Collected at Source) લાગુ પડે છે. આ ઉપરાંત, વિદેશી એસેટ્સ પર LTCG (Long-Term Capital Gains) ટેક્સ હવે ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે ફાયદાકારક છે.

Published on: 04th April, 2026

નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. માયાભાઈ આહીરના પુત્ર સાથેના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના યુવા ચહેરા નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાની ઘટના બાદ ન્યાય માટે લડત આપી જાણીતા બનેલા બાલધિયાના પ્રવેશથી કોળી મતો પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.

Published on: 03rd April, 2026

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.

આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, તેમણે એક આક્રમક વીડિયો જાહેર કરીને સવાલ કર્યો છે કે શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? પોતાની ખામોશીને હાર ન સમજવાની ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના અવાજને દબાવવા દેશે નહીં. આ ઘટનાક્રમથી 'AAP'માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાય છે.

ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.

ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.

બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.

ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ મંગળવારે દિલ્હીમાં ભાજપમાં જોડાયા, તેમને કૃષ્ણનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે, "લીએન્ડર પેસ બંગાળમાં પાર્ટી માટે એક સંપત્તિ બનશે. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો, તેમણે ત્યાં અભ્યાસ કર્યો હતો અને તેમણે પોતાની ટેનિસ કારકિર્દી પણ ત્યાંથી શરૂ કરી હતી. જો છેલ્લી ઘડીએ કંઈ બદલાયું નહીં, તો તે લગભગ નિશ્ચિત છે કે તેઓ કૃષ્ણનગર ઉત્તરથી ચૂંટણી લડશે."

Published on: 01st April, 2026

ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ

દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની Oracleએ લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી.

ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, જો જરૂર પડે તો દેશ છ મહિના સુધી યુદ્ધ ચાલુ રાખી શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ ભૂમિ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ, તેમણે કહ્યું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈરાન પોતે ભૂમિ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો કોઈ યુદ્ધ થાય તો તેનો જવાબ આપવા સક્ષમ છે.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો મોકલ્યો.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને 2,000 ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)નો પ્રથમ જથ્થો સુપરત કર્યો. સરકાર આ હથિયારોનો ઉપયોગ LAC અને LoC પર સુરક્ષા અને મારક ક્ષમતા વધારવા માટે કરશે. ‘પ્રહાર’ LMGની મારક ક્ષમતા 1,000 મીટર સુધીની છે, જેનાથી દુશ્મનોને દૂરથી નિશાન બનાવી શકાય છે. મશીન ગન 8 કિલોગ્રામની છે, જેની લંબાઈ 1100 mm છે. એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ થશે.

Published on: 29th March, 2026

હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો 30 ટકા, ધારાસભ્યોનો, 20 ટકા અને સરકારી અધિકારીઓનો 30 ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો 30 ટકા પગાર અટાકીવ દેવાયો છે.

Published on: 22nd March, 2026

ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, બ્રિક્સ દેશોએ ઈરાન પરના હુમલા રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોએ કોઈપણ દબાણ વિના, પોતાની મેળે કામ કરવું જોઈએ અને આ બાબતે આગળ આવવું જોઈએ. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા, UAE, ઈરાન.

IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.

ઇરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા IRGC ના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની ના નિધનના સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે તેઓ તાજેતરના હુમલા દરમિયાન મોતને ભેટ્યા હતા. નૈની IRGC માટે અત્યંત મહત્વપૂર્ણ ચહેરો ગણાતા હતા, કારણ કે તેમની મંજૂરી વિના કોઈપણ સત્તાવાર નિવેદન અથવા પ્રચાર બહાર પડતું નહોતું. તેઓ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જનસંપર્ક વિભાગના વડા તરીકે જાણીતા હતા, જેના કારણે સંસ્થાની વ્યૂહરચના અને સંદેશાવ્યવહાર પર તેમનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. તેમના અચાનક અવસાનથી IRGC ની આંતરિક કામગીરી અને પ્રચાર વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Published on: 20th March, 2026

રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. તેમણે 25 મિનિટ સુધી આધ્યાત્મિક ચર્ચા કરી. રાષ્ટ્રપતિ શુક્રવારે સવારે 7 વાગ્યે વરસાદ વચ્ચે પરિવાર સાથે પ્રેમાનંદજીના વૃંદાવન આશ્રમ પહોંચ્યા. રાષ્ટ્રપતિએ સંતને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. પ્રેમાનંદજીએ રાધે-રાધે કહીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. આશ્રમમાં સંતોએ રાષ્ટ્રપતિને માળા-ચૂંદડી ઓઢાડીને સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પ્રેમાનંદજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રેમાનંદજીનો ગુરુવારે એટલે કે 19 માર્ચે 56મો જન્મદિવસ હતો.

 ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.

સાઉદી અરેબિયાના યામ્બુમાં સમરેફ ઓઇલ રિફાઇનરીમાં ડ્રોન હુમલો થયો, જેના કારણે ઉર્જા માળખાને નુકસાન થયું.કતારમાં રાસ લાફાન ગેસ પ્લાન્ટ પર હુમલો, આગ અને નુકસાન થયું. કુવૈતમાં મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. UAEમાં વિવિધ ઉર્જા સ્થાપનો અને માળખાગત સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો.

Published on: 19th March, 2026

કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.

કતરથી LPG ગેસ લઈને શિવાલિક નામનું જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું. બીજું જહાજ નંદાદેવી જહાજ આવતીકાલે પહોંચશે. આ શિવાલિક જહાજમાં અંદાજિત 46 હજાર મેટ્રિક ટન LPG છે. જે અંદાજિત 32.4 લાખ ઘરેલું LPG સિલિન્ડર ભરી શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ 22 ભારતીય જહાજો ફસાયેલા છે. તેમાં 611 ભારતીય ખલાસીઓ છે.

Published on: 16th March, 2026

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.

તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં માત્ર બે જ ચરણમાં મતદાન હોવાથી ભારી માત્રામાં ફોર્સ ઉતારવામાં આવશે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે. જેના પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. 4 મેના રોજ પરિણામ જાહેર થશે. જાહેરાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેલી ગજવીને આવ્યા છે.

Published on: 15th March, 2026

અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને આપી ચેતવણી

અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ પૂર્વીય સાગર તરફ 10 મિસાઈલ છોડીને ચેતવણી જાહેર કરી. ઉત્તર કોરિયા લાંબા સમયથી આવા સંયુક્ત યુદ્ધ અભ્યાસને હુમલાની તૈયારી તરીકે ઓળખાવે છે. તેના બેકગ્રાઉન્ડમાં કિંમ જોંગ અને તેની બહેન કિમ યો જોંગએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, જો ઉત્તર કોરિયાની સુરક્ષાને પડકારવામાં આવશે તો તેના ભયંકર પરિણામો ભોગવવા પડશે.

શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.

કેન્દ્રીય નીતિ આયોગે દરેક રાજ્યને તેના GSDP ના ૬ ટકા અથવા તેના કુલ બજેટના ૨૦ ટકા રકમ શિક્ષણ માટે દર વર્ષે ફાળવવાની ભલામણ કરી હોવા છતાં ગુજરાતમાં આ માર્ગદર્શક નીતિનો સતત ભંગ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના શિક્ષણ વિભાગ માટે કુલ બજેટના ૧૫ ટકા રકમની જોગવાઈ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પણ રાજ્યમાં શિક્ષણ વિભાગનું બજેટ કુલ બજેટના ૧૪-૧૫ ટકા જ રહ્યું છે.