સૌથી મોટો વુમેન્સ T-20 વર્લ્ડ કપ કાલથી: 12 ટીમો, 33 મેચ!
સૌથી મોટો વુમેન્સ T-20 વર્લ્ડ કપ કાલથી: 12 ટીમો, 33 મેચ!
Published on: 11th June, 2026

10મો વુમન્સ T-20 વર્લ્ડ કપ 12 જૂનથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે, જેમાં પ્રથમ વખત 12 ટીમો 24 દિવસમાં 33 મુકાબલા રમશે. ફાઇનલ 5 જુલાઈએ લોર્ડ્સમાં થશે. આ ટુર્નામેન્ટ અત્યાર સુધીની સૌથી મોટી હશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 6 ટ્રોફી સાથે સૌથી સફળ ટીમ છે. ભારત ગ્રુપ ઓફ ડેથમાં છે અને તેની પ્રથમ મેચ 14 જૂને પાકિસ્તાન સામે થશે.