યુરોપમાં ગેસ-અનાજ ભંડાર સામે ગંભીર સંકટ
યુરોપમાં ગેસ-અનાજ ભંડાર સામે ગંભીર સંકટ
Published on: 11th September, 2026

યુક્રેન-રશિયા અને અમેરિકા-ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધોની વૈશ્વિક અસર જોવા મળી રહી છે. રશિયા પરના પ્રતિબંધોને કારણે યુરોપ ગેસની આયાત માટે વધુ ખર્ચાળ વિકલ્પો પર નિર્ભર બન્યું છે. તાજેતરમાં, મધ્ય પૂર્વમાં તણાવ વધવાથી Hormuz strait થી થતા વેપારને અસર થઈ છે, જે ક્રૂડ અને ગેસના ભાવો વધારી રહ્યું છે. આ દરમિયાન, યુરોપમાં અભૂતપૂર્વ ગરમીને કારણે કૃષિ ઉત્પાદન પર ગંભીર અસર થઈ છે, જેમાં અનાજનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.