'મિસ્ટર સિંહ' રસ્તા છોડો નહીં તો કાઢી મુકીશું
'મિસ્ટર સિંહ' રસ્તા છોડો નહીં તો કાઢી મુકીશું
Published on: 11th September, 2026

ટ્રમ્પ સરકારની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા 'મિસ્ટર સિંહ'ને નિશાન બનાવતી ભેદભાવપૂર્ણ AI જાહેરાત વિવાદમાં આવી છે. આ જાહેરાત, જે હોલિવૂડ ફિલ્મ 'ટ્રાન્સફોર્મર્સ'ની પેરોડી છે, તેમાં ભારતીય મૂળના શીખ વ્યક્તિને 'અમારા રસ્તા પરથી હટી જાઓ, નહીં તો કાઢી મૂકીશું' કહેવામાં આવ્યું છે. આ જાહેરાત ગેરકાયદે વસાહતીઓને દેશ છોડવા પ્રોત્સાહિત કરવાના 'સેલ્ફ ડિપોર્ટ ઓર ફાઈન્ડ આઉટ' અભિયાનનો ભાગ છે. તેના પર હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને શિખ કોઅલિશન જેવા સંગઠનોએ રંગભેદી અને ભારત વિરોધી ગણાવી ટીકા કરી છે.