UAE હોર્મુઝની ચિંતા મુક્ત: ભારત-ચીનને તેલ વેચવા બન્યો સિક્રેટ રૂટ
UAE હોર્મુઝની ચિંતા મુક્ત: ભારત-ચીનને તેલ વેચવા બન્યો સિક્રેટ રૂટ
Published on: 17th June, 2026

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે UAE 'હોર્મુઝ જલડમરુમધ્ય' પરની નિર્ભરતા ખતમ કરી રહ્યું છે. યુએઈના વિદેશ વ્યાપાર મંત્રી થાની અલ જેયુદી અનુસાર, 2027 સુધીમાં આ નિર્ભરતા શૂન્ય થશે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે UAEને આર્થિક નુકસાન થયું હતું, જેના કારણે નવા બાયપાસ રૂટની જરૂર પડી. આ રૂટ ભારત અને ચીન જેવા મુખ્ય ખરીદદારો માટે તેલ સપ્લાય સુનિશ્ચિત કરશે.