UAEમાં બાળકો માટે Social Media પર પ્રતિબંધ, 15 વર્ષથી ઓછી ઉંમરના માટે નવા નિયમો
UAEમાં બાળકો માટે Social Media પર પ્રતિબંધ, 15 વર્ષથી ઓછી ઉંમરના માટે નવા નિયમો
Published on: 19th June, 2026

સંયુક્ત આરબ અમીરાત (UAE) હવે ઓસ્ટ્રેલિયા અને યુકે પછી બાળકો માટે Social Media પર પ્રતિબંધ મૂકનારા દેશોમાં જોડાયું છે. નવા નિયમો મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો Social Media પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. 15 થી 16 વર્ષની વયના બાળકો માટે વધારાની સલામતી વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે, જેમાં અજાણ્યાઓ સાથે વાતચીત પર રોક અને Screen Time Management જેવા પગલાંનો સમાવેશ થાય છે. Social Media કંપનીઓએ હવે ડિજિટલ ઓળખ અને AI ટેકનોલોજી દ્વારા વપરાશકર્તાઓની ઉંમર ચકાસવી પડશે.