ટ્રમ્પની નજર ક્યુબા પર: શાંતિપૂર્ણ પરિવર્તન નહિ તો લશ્કરી વિકલ્પ!
ટ્રમ્પની નજર ક્યુબા પર: શાંતિપૂર્ણ પરિવર્તન નહિ તો લશ્કરી વિકલ્પ!
Published on: 20th June, 2026

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે વેનેઝુએલા અને ઈરાન પછી હવે ક્યુબા પણ અમેરિકાની પ્રાથમિકતાઓમાં સામેલ થઈ શકે છે. તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ક્યુબામાં અમેરિકન અભિયાનની શક્યતાને નકારી શકાય નહીં, જે વેનેઝુએલા જેવું હોઈ શકે છે. ટ્રમ્પની પ્રાથમિકતા શાંતિપૂર્ણ સત્તા પરિવર્તનની રહેશે, પરંતુ જરૂર પડ્યે લશ્કરી વિકલ્પો પર પણ વિચારણા કરવામાં આવશે. અમેરિકા હાલમાં ક્યુબા પર આર્થિક અને રાજકીય દબાણ વધારી રહ્યું છે અને સંભવિત અસ્થિરતા માટે વિવિધ વિકલ્પો તૈયાર રાખવામાં આવ્યા છે.