ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: 'આ ડીલ જૂના કરારો જેવી નહીં હોય'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વેપાર કરારની ખૂબ નજીક છે અને સમજૂતી કરવા માગે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ કરાર અગાઉ થયેલા કરારોથી અલગ પ્રકારનો હશે. આ નિવેદન અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત દરમિયાન આવ્યું છે, જ્યાં વેપાર, ઊર્જા, ટેક્નોલોજી અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.
