જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકતા 2ના મોત
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પેચૌંડથી રામનગર જઈ રહેલી યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકતા 2 લોકોના મોત થયા છે અને 14થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. 6 યાત્રિકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શોક વ્યક્ત કરી તાત્કાલિક મદદના આદેશ આપ્યા છે.
