ક્રિકેટ જગતની અવિસ્મરણીય ઘટનાઓ: એક બોલમાં 22 રન અને ડકવર્થ-લુઇસનો રોમાંચ
ક્રિકેટ જગતની અવિસ્મરણીય ઘટનાઓ: એક બોલમાં 22 રન અને ડકવર્થ-લુઇસનો રોમાંચ
Published on: 02nd August, 2026

1992ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનો વિચિત્ર રીતે એક બોલમાં 22 રન ન કરી શકવાને કારણે પરાજય થયો. ત્યારબાદ 2003માં, ડકવર્થ-લુઇસ નિયમ અને સંદેશાવ્યવહારની ગેરસમજને કારણે યજમાન સાઉથ આફ્રિકા વિશ્વ કપમાંથી બહાર ફેંકાઈ ગયું. આ બંને દુઃસ્વપ્ન સમાન ઘટનાઓમાં એક અનાયાસ સંયોગ જોવા મળ્યો. 1992માં સાઉથ આફ્રિકાના કેપ્ટન રહેલા કેપ્લર વેસેલ્સ અને ખેલાડી ઓમર હેન્રી, 2003માં અનુક્રમે કોમેન્ટેટર અને ચીફ સિલેક્ટર તરીકે પ્રેસબોક્સમાં હાજર હતા.