IPL 2027: MI માં કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે ફ્રેન્ચાઈઝીનો સ્પષ્ટ જવાબ
IPL 2027: MI માં કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે ફ્રેન્ચાઈઝીનો સ્પષ્ટ જવાબ
Published on: 02nd August, 2026

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને અનેક અટકળો ચાલી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) જેવી ટીમો તેને પોતાની ટીમમાં સામેલ કરવા ઉત્સુક હોવાના અહેવાલો હતા. જોકે, મુંબઈ ઈન્ડિયન્સે આ તમામ અટકળોને ફગાવી દીધી છે. ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં કોઈ પણ ટ્રેડ ટોક ચાલતી નથી, પરંતુ પોસ્ટ-સીઝન સમીક્ષા (Post-Season Review) ચાલી રહી છે અને ભવિષ્યમાં મોટા ફેરફારો થઈ શકે છે.