સોનગઢના ચાંપાવાડી રેલવે ફાટક બંધ, 200થી વધુ ગામડાઓનો સંપર્ક તૂટ્યો
સોનગઢના ચાંપાવાડી રેલવે ફાટક બંધ, 200થી વધુ ગામડાઓનો સંપર્ક તૂટ્યો
Published on: 21st August, 2026

સોનગઢના ચાંપાવાડી રેલવે ફાટકનું સમારકામ થતાં સતત ત્રણ દિવસ માટે બંધ રહેતા 150 થી 200 જેટલા ગામડાઓનો સંપર્ક મુખ્ય માર્ગ સાથે કપાઈ ગયો છે. એક મહિના પહેલા પણ આ ફાટક બંધ હોવાથી સ્થાનિકો, ખેડૂતો અને મુસાફરોમાં ભારે રોષ છે. નોકરિયાત, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વૈકલ્પિક ગરનાળું સાંકડું, પાણી ભરેલું અને ખાડા-ટેકરાવાળું હોવાથી ટ્રાફિક જામ અને જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે.