દાઉદ ઇબ્રાહિમનો રાઇટ હેન્ડ સલીમ ડોલા ભારત લવાયો, ડ્રગ્સ નેટવર્ક મામલે પૂછપરછ તેજ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા અને દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સાથી સલીમ ડોલા તુર્કીથી ભારત લાવવામાં આવ્યો છે. ઈસ્તંબુલમાં ધરપકડ બાદ તેને દિલ્હી લાવી ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે, ત્યારબાદ તેને મુંબઈ પોલીસને સોંપાશે. ૧૯૬૦માં જન્મેલો ડોલા 'ડી-કંપની' વતી વૈશ્વિક ડ્રગ નેટવર્ક ચલાવતો હતો. ૧૯૯૮માં પહેલીવાર ઝડપાયેલો ડોલા દાયકા પહેલા ભારતથી ભાગી ગયો હતો. તેના પુત્ર અને ભત્રીજાના ડિપોર્ટ થયા બાદ નબળા પડેલા નેટવર્ક વચ્ચે ડોલાની ધરપકડ ભારતીય એજન્સીઓ માટે મોટી સફળતા ગણાય છે.
દાઉદ ઇબ્રાહિમનો રાઇટ હેન્ડ સલીમ ડોલા ભારત લવાયો, ડ્રગ્સ નેટવર્ક મામલે પૂછપરછ તેજ
નીતિન ગડકરી: ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’
વર્તમાન સમયમાં દેશના રસ્તાઓ પર ટુ-વ્હિલરથી લઈને કાર-બસ સહિતના ઈલેક્ટ્રીક વાહનો દોડી રહ્યા છે. ત્યારે નીતિન ગડકરીએ ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલની ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. એટલે કે દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના વાહનોનો યુગી ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે. ગડકરીએ નવી દિલ્હીમાં ‘બસવર્લ્ડ કૉન્કલેવ-2026’માં બોલતા વાહન ઉદ્યોગને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આવનારા સમયમાં ટ્રેડિશનલ ફ્યૂલથી દોડતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. વર્તમાન સમય ઝડપથી ક્લીન અને સસ્તા ફ્યૂલ તરફ વધી રહ્યો છે.’
નીતિન ગડકરી: ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. તપાસ દરમિયાન EDએ પ્રમોટર ગ્રુપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં મુંબઈની ઉષા કિરણ બિલ્ડિંગમાં આવેલો એક લક્ઝરી ફ્લેટ અને પુણેના ખંડાલામાં આવેલું ફાર્મહાઉસ સામેલ છે.
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ હાલમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ISROએ જાહેરાત કરી છે કે STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)નું બેકગ્રાઉન્ડ ધરાવતાં નાગરિકો હવે અંતરિક્ષ મિશન ગગનયાન માટે અરજી કરી શકશે. આ નિર્ણય ભારતની અંતરિક્ષયાત્રી પસંદગીની પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે અને સ્પેસ એક્સપ્લોરેશનમાં દેશની વધતી મહત્ત્વાકાંક્ષાઓને દેખાડે છે.
સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ
જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાં સેલ્સમેન વચ્ચે ધંધાકીય અદાવતને પગલે મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ગત 21 ના રાત્રે આશરે નવ વાગ્યાના સમયે લાલપુર ગરબી ચોક ખાતે ફરિયાદી વિપુલકુમાર જુવાનસિંહ ચૌહાણ (ઉંમર 32 વર્ષ) ના નિવાસસ્થાને આરોપીઓ પહોંચી ગયા હતા. ફરિયાદી અને આરોપીઓ અલગ અલગ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હોવાથી ધંધાકીય અદાવત રાખી આરોપીઓએ ઝગડો કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપી કરણભાઈ મોરીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી.
લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
ભારતના ઊર્જા ક્ષેત્ર માટે સારા સમાચાર મળ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, આફ્રિકન દેશ લિબિયામાં ભારતીય કંપનીઓને ક્રૂડ ઓઇલ અને ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ મહત્ત્વની શોધ લિબિયાના ગદામસ બેસિન વિસ્તારમાં થઈ છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી કંપનીઓ 'ઓઇલ ઇન્ડિયા લિમિટેડ' અને 'ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ' ભાગીદાર તરીકે કામ કરી રહી છે, જ્યારે અલ્જેરિયાની કંપની સિપેક્સ આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે.
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
UPમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગની અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે. આ એક્સપ્રેસવે પર સુરક્ષા માટે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) લગાવવામાં આવી છે, જે વોર રૂમ જેવા કંટ્રોલ રૂમથી સંચાલિત થશે. જો કોઈ વાહન ખોટી દિશામાં વળશે કે અકસ્માત થશે, તો AI તરત જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ મોકલશે. જો કોઈ ગાડી 2 મિનિટથી વધુ સમય માટે હાઈવે પર ઉભી રહેશે, તો AI તેનું લોકેશન નજીકના પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે.
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મોટો હુમલો!
પાકિસ્તાની સેનાએ સોમવારે (27મી એપ્રિલ) અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર અચાનક મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો કરતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાનના દાવા મુજબ, આ હુમલામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યાં, જ્યારે 85થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મહિનાની શરૂઆતમાં ચીનના ઉરુમકીમાં યોજાયેલી શાંતિ મંત્રણા બાદ આ પહેલી મોટી હિંસક ઘટના છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ આવી છે. અફઘાન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ કુનાર પ્રાંતના અસદાબાદ શહેરમાં રહેણાંક મકાનો અને સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીને નિશાન બનાવી હતી.
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મોટો હુમલો!
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો!
વર્ષ 2025માં દુનિયાભરમાં પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું છે. વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતની હિસ્સેદારી 3.2% રહી છે. પાકિસ્તાન આ મામલે ભારતની આસપાસ પણ ઊભેલું દેખાતું નથી. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, અમેરિકા (USA), ચીન, રશિયા અને જર્મની આ લિસ્ટમાં ટોપ 4 દેશો છે. ત્યારબાદ ભારત 5મા નંબર પર છે. 2025માં ભારતનો સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 8.9% વધુ છે.
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો!
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબદારી, પરમાણુ મુદ્દે જામ્યું વાકયુદ્ધ
UNમાં સોમવારે પરમાણુ કાર્યક્રમ અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) મામલે ઈરાન અને અમેરિકાના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. તેહરાનના પરમાણુ કાર્યક્રમ અને NPT સમીક્ષા સંમેલનના ઉપાધ્યક્ષ તરીકે ઈરાનની પસંદગી થતા અમેરિકાએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે તીખી શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. અમેરિકી હથિયાર નિયંત્રણ બ્યુરોના સહાયક સચિવ ક્રિસ્ટોફર યૉએ ઈરાન પર પ્રહારો કરતા કહ્યું કે, ઈરાને પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીને સહયોગ આપવામાં નિષ્ફળ રહ્યું છે.
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબદારી, પરમાણુ મુદ્દે જામ્યું વાકયુદ્ધ
હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો!
ભારત અને રશિયા અંદાજે 2 અબજ ડૉલરના ખર્ચે રશિયાના ટોલિયાટ્ટી શહેરમાં એક વિશાળ યુરીયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ રશિયાની યુરાલકેમ અને ભારતની ઈન્ડિયન પોટાશ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ(RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ(NFL)ના સંયુક્ત સાહસ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ ટન જેટલી હશે, જે ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે કામ કરશે.
હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો!
બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૪૨ બેઠકો પર ૨૯ એપ્રિલે મતદાન યોજાશે, જેનો પ્રચાર સોમવારે પૂર્ણ થયો છે. સત્તાના જંગ માટે નિર્ણાયક ગણાતા આ તબક્કામાં મમતા બેનર્જીએ દક્ષિણ કોલકાતામાં ૬ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાની ખાતરી આપતા જણાવ્યું કે ગુંડાઓથી ડરવાની જરૂર નથી અને ચૂંટણી બાદ પણ કેન્દ્રીય દળો સાત દિવસ સુધી તહેનાત રહેશે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન.
કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, દિલ્હી-પંજાબ-યુપીમાં વાતાવરણ પલટાશે
ભારતીય હવામાન વિભાગે (IMD) દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આંધી, તોફાન અને વરસાદની આગાહી સાથે ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ૪૦-૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાની આશંકાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ અચાનક આવેલા હવામાન પલટાથી લોકોને આકરી ગરમીમાં રાહત મળશે, પરંતુ વીજળી પડવાની ચેતવણી સામે સાવચેત રહેવા જણાવાયું છે.
કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, દિલ્હી-પંજાબ-યુપીમાં વાતાવરણ પલટાશે
'ચૂપચાપ બેસી જા નહીંતર ફોડી દઈશ': એક યુવક પર ત્રણ-ત્રણ લૂંટારુઓએ તાકી બંદૂક
સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી SBI બેંકમાં ધોળા દિવસે ₹૫૦ લાખની સશસ્ત્ર લૂંટની ઘટના બની છે. છ જેટલા હિન્દી ભાષી લૂંટારુઓએ ફિલ્મી ઢબે ત્રાટકી માત્ર ૧૩ મિનિટમાં બંદૂકની અણીએ કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. પ્રતિકાર કરનાર ગાર્ડ અને ગ્રાહકોને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓ બાઈક પર કામરેજ તરફ ફરાર થઈ ગયા છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની સાત ટીમો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચલાવી રહી છે.
'ચૂપચાપ બેસી જા નહીંતર ફોડી દઈશ': એક યુવક પર ત્રણ-ત્રણ લૂંટારુઓએ તાકી બંદૂક
પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
રેલવે ટ્રેક પર થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ, RPF અને ગુપ્તચર એજન્સીઓએ સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, પરંતુ તેને ટ્રેનને પલટાવવાનું મોટું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ચંડીગઢ અને સરહિંદમાં આવા વિસ્ફોટો થયા હોવાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને આતંકી સંડોવણીના પાસા પર ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
આજે PMની સિક્કિમમાં જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના બે દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યના ૫૦મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં હાજરી આપશે. પીએમ ગંગટોકમાં ₹૪૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, પરિવહન અને પ્રવાસન ક્ષેત્રના કામો સામેલ છે. અગાઉ તેમણે ભવ્ય રોડ શો યોજી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ૧૬ મે ૧૯૭૫ના રોજ ભારતનું ૨૨મું રાજ્ય બનેલા સિક્કિમની પ્રગતિને વેગ આપવા વડાપ્રધાને શિક્ષણ અને કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂક્યો છે.
આજે PMની સિક્કિમમાં જાહેર સભા
UPનું બાંદા દુનિયામાં સૌથી ગરમ, પારો 47.6°C:6 શહેરોમાં તાપમાન 46° પાર.
ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬°C તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જેણે એપ્રિલ મહિનાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ પારો ૪૬ ડિગ્રીને પાર પહોંચતા ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળ્યો છે. વધતા હીટવેવના જોખમને પગલે કેન્દ્ર સરકારે રાજ્યોને હોસ્પિટલોમાં 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ' સજ્જ કરવા આદેશ આપ્યા છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી દિવસોમાં ગુજરાત સહિત ૧૩ રાજ્યોમાં આંધી-વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.
UPનું બાંદા દુનિયામાં સૌથી ગરમ, પારો 47.6°C:6 શહેરોમાં તાપમાન 46° પાર.
ઇન્ડોનેશિયાના જકાર્તામાં ટ્રેન દુર્ઘટનામાં 7 લોકોના મોત, 81 ઘાયલ; બચાવ કાર્ય ચાલુ.
જકાર્તાના બેકાસીમાં કોમ્યુટર ટ્રેન અને પેસેન્જર ટ્રેન અથડાતાં દુર્ઘટના સર્જાઈ, જેમાં 7 લોકોના મોત અને 81 ઘાયલ થયા. બચાવ કામગીરી ચાલુ છે. આ અકસ્માત કોમ્યુટર લાઇન ટ્રેન (KRL) અને આર્ગો બ્રોમો અંગ્રેક સેવા વચ્ચે થયો હતો. PT KAI અકસ્માતના કારણો શોધી રહી છે. પ્રારંભિક માહિતી પ્રમાણે ટ્રેનના પાટા પર ટેક્સીને ટક્કર લાગી અને પછી ટ્રેન અથડાઈ. ટેક્સી ઓપરેટર Green SM Indonesia તપાસમાં મદદ કરી રહી છે.
ઇન્ડોનેશિયાના જકાર્તામાં ટ્રેન દુર્ઘટનામાં 7 લોકોના મોત, 81 ઘાયલ; બચાવ કાર્ય ચાલુ.
ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ
મુંબઈ : ઈન્ફોસીસ પર હવે રોકાણકારોને એટલો મજબૂત વિશ્વાસ રહ્યો નથી, જેટલો એક સમયે હતો. આ વર્ષે, દલાલ સ્ટ્રીટના વિશ્વસનીય ઈન્વેસ્ટમેન્ટ માટેની લોકપ્રિય કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. ઈન્ફોસીસના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૨ લાખ કરોડથી વધુ ઘટાડો સાથે કંપની ભારતની માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ટોચની ૧૦ કંપનીઓમાંથી બહાર થઈ છે.કંપનીના તાજેતરના ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ શેરમાં વેચવાલીનો વેગ વધ્યો છે, કંપનીનો શેર શુક્રવારના ૭ ટકા ગબડયો હતો.
ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ
લોકટક તળાવ અને 'કૂમડી' ટાપુઓ : કુદરતનું અનોખું અજાયબ ઘર
મણિપુરનું લોકટક તળાવ ઉત્તર-પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર અને કુદરતી અજાયબી છે. તેની મુખ્ય વિશેષતા માટી અને વનસ્પતિથી બનેલા 'ફુમદી' નામના તરતા ટાપુઓ છે, જેના પર લોકો ઘર બનાવીને રહે છે. અહીં વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન 'કેઇબુલ લામજાઓ' આવેલો છે, જે દુર્લભ 'સંગાઈ' હરણનું નિવાસસ્થાન છે. સ્થાનિકો માટે આજીવિકાનો સ્ત્રોત ગણાતું આ તળાવ હાલ પ્રદૂષણના પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના સંરક્ષણ માટે તેને 'રામસર સાઇટ' જાહેર કરવામાં આવ્યું છે.
લોકટક તળાવ અને 'કૂમડી' ટાપુઓ : કુદરતનું અનોખું અજાયબ ઘર
મુંબઈના રૂ.2.66 કરોડના એમડી ડ્રગ્સ કેસનો ફરાર આરોપી ઉનાવામાં ઝડપાયો
મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹૨.૬૬ કરોડના એમડી ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી મોહમદ વસીમ યુસુફ શેખને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો છે. ગાંધીનગર રેન્જ અને મહેસાણા એસપીના માર્ગદર્શન હેઠળ, ક્યુઆરટી (QRT) પેટ્રોલીંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ઉનાવાની હોટલ ડિસેન્ટમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે એનડીપીએસ એક્ટ (NDPS Act) હેઠળ કાર્યવાહી કરી આગળની તપાસ માટે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની આ સતર્કતાથી આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં મોટી સફળતા મળી છે.
મુંબઈના રૂ.2.66 કરોડના એમડી ડ્રગ્સ કેસનો ફરાર આરોપી ઉનાવામાં ઝડપાયો
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
દેશમાં હાલ 77 લાખ ગિગ વર્કરો કાર્યરત- પ્રસંગપટ- ભયાનક ગરમીથી બચવા માટે ગિગ વર્કરો માટે હીટ ડિસ્ટ્રેસ બટન જેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બપોરનો સમય કરફ્યૂ સમાન બની ગયો છે. આવી પરિસ્થિતિમાં જેમણે અનિવાર્યપણે બહાર જવું પડે તેવા લોકો જ રસ્તા પર દેખાતા હોય છે.
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
અમેરિકા ઘેરાબંધી હટાવે તો હોર્મુઝ ખોલીએ: ઇરાનનો નવો પ્રસ્તાવ
ટ્રમ્પે પણ ઇરાનની નવી દરખાસ્ત સારી ગણાવી- ઇરાનના વિદેશપ્રધાન અરાઘાચી રશિયા જતાં મધ્યપૂર્વના જંગમાં પુતિનની એન્ટ્રી હવે સુનિશ્ચિતકૈરો : ઇરાને અમેરિકાને નવો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ મુજબ અમેરિકા ઇરાનની ઘેરાબંધી હટાવે અને ઇરાન તેના બદલામાં હોર્મુઝ ખોલશે. તેના પછીના તબક્કામાં પરમાણુ શસ્ત્રો અંગે મંત્રણા થઈ શકે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે ઇરાને મોકલેલી દરખાસ્ત અગાઉની દરખાસ્ત કરતાં વધુ સારી છે.
અમેરિકા ઘેરાબંધી હટાવે તો હોર્મુઝ ખોલીએ: ઇરાનનો નવો પ્રસ્તાવ
વડગામ તાલુકાના થલવાડામાં લોખંડની પાઇપો ફ્ટકારી આધેડની હત્યા
વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ૬૫ વર્ષીય આધેડની હત્યાથી પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘાસચારામાં મરઘાના પીંછા ઉડવા બાબતે ઠપકો આપતા, ગેરકાયદેસર મટનની દુકાન ચલાવતા ત્રણ શખ્સોએ સોરમભાઈ સિપાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મોત નિપજતા સિપાઈ સમાજમાં રોષ ફેલાયો છે. છાપી પોલીસે ત્રણ હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી, ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકાના થલવાડામાં લોખંડની પાઇપો ફ્ટકારી આધેડની હત્યા
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
પંજાબ સહિત ઉત્તરીય ભારતમાં ગુનાખોરી વધી છે, જેને પહોંચી વળવા પાવરફુલ વિજિલન્સ જરૂરી છે. એક સમયે ૨૫૦૦ કરોડના ડ્રગ્સ ઝડપાવા એ મોટી ઘટના હતી, પરંતુ હવે ગુજરાત અને પંજાબમાં ડ્રગ્સ પકડાવું સામાન્ય છે. આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ડ્રગ્સ વિરોધી પગલાંમાં એકાગ્ર હોવાથી "ઉડતા પંજાબ" હવે ધરતી પર આવી રહ્યું છે.
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
અમેરિકા ચીન વચ્ચે AI મુદ્દે કોલ્ડવોર
ચીને માર્ક ઝકરબર્ગની મેટા દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ 'માનુસ AI'ના ૨ અબજ ડોલરના ટેકઓવર પર પ્રતિબંધ મૂકીને મોટો હસ્તક્ષેપ કર્યો છે. બેઇજિંગના નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશને આ સોદો રદ કરવાનો આદેશ આપ્યો છે, જે અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તકનીકી કોલ્ડવોરનું નવું શિખર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એમેઝોન અને ગૂગલ જેવી ટોચની અમેરિકન કંપનીઓ એઆઈ પાછળ ૬૫૦ અબજ ડોલર ખર્ચવાની તૈયારીમાં છે, ત્યારે ચીનનું આ પગલું વ્યૂહાત્મક માનવામાં આવે છે.
અમેરિકા ચીન વચ્ચે AI મુદ્દે કોલ્ડવોર
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સદીઓમાં ભાગ્યે જ જોવા મળે તેવી ટ્રેડ ડીલ- 5,000 વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા હેઠળ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ નોકરીનો અધિકાર : ન્યૂઝીલેન્ડની ભારતીયોને ભેટ- બંને દેશ એકબીજાને ત્યાં ૧૦૦ ટકા ડયુટી ફ્રી પ્રોડક્ટ્સની નિકાસ કરી શકશે, આગામી વર્ષથી અમલનવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો છે. આ કરારના લીધે બંને દેશ એકબીજાને સંપૂર્ણ ૧૦૦ ટકા જકાતમુક્ત નિકાસ કરી શકશે. તેમા કાપડ, ચામડાના જૂતા, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, 4 મેએ પરિણામ
ભાજપ-TMCના આરોપો વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત- મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીની હાઈપ્રોફાઈલ બેઠક પર લડત. કુલ 3.21 કરોડ મતદારો મતદાન કરશે- બંગાળમાં ચૂંટણી પછી 60 દિવસ સુધી કેન્દ્રીય સુરક્ષાદળો તૈનાત રહેશે. પશ્વિમ બંગાળમાં ૧૪૨ વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કાના પ્રચારના છેલ્લાં દિવસે રાજકીય ડ્રામા અને ઉત્તેજના જોવા મળ્યાં હતા.
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, 4 મેએ પરિણામ
રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ
કેન્દ્ર સરકારે દેશભરમાં વધતા તાપમાન અને હીટવેવના જોખમને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલોમાં 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ' ઊભા કરવા તાકીદ કરી છે. આ વ્યવસ્થા હેઠળ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવા અને કેસોના આંકડા શેર કરવા માટે કોમન પ્લેટફોર્મ બનાવવાની સૂચના અપાઈ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અસહ્ય ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે આ યુનિટ્સ હીટ સ્ટ્રોકના કેસમાં ઇમરજન્સી મેનેજમેન્ટ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન: બાંદામાં 47.6 ડિગ્રી
દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે બે દિવસ વરસાદની આગાહી- અનેક રાજ્યોમાં શાળા-કોલેજોના સમય બદલાયા, બાળકોને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ORS, ઠંડું પાણી જેવી વ્યવસ્થા રાખવા તાકીદ. દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીએ હાહાકાર મચાવી દીધો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રીમાં શેકાયું હતું. બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટયો હતો.
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન: બાંદામાં 47.6 ડિગ્રી
અમદાવાદમાં ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા?
મતદાન બાદ હવે EVMની સુરક્ષા અને હેરફેરને લઈના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાની હડાળા બેઠક હેઠળના વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ EVMની હેરફેરના દાવા સાથે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા પ્રશાસન અને પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વખતપર ગામમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર નિયમ વિરુદ્ધ જઈને સરકારી વાહનને બદલે પોતાની ખાનગી ગાડીમાં EVM લઈને નીકળ્યા હતા.