કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, દિલ્હી-પંજાબ-યુપીમાં વાતાવરણ પલટાશે
કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, દિલ્હી-પંજાબ-યુપીમાં વાતાવરણ પલટાશે
Published on: 28th April, 2026

ભારતીય હવામાન વિભાગે (IMD) દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આંધી, તોફાન અને વરસાદની આગાહી સાથે ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ૪૦-૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાની આશંકાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ અચાનક આવેલા હવામાન પલટાથી લોકોને આકરી ગરમીમાં રાહત મળશે, પરંતુ વીજળી પડવાની ચેતવણી સામે સાવચેત રહેવા જણાવાયું છે.